Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
આ બધા
હારીને પણ માજિક
વિકાસ કરી જેમ
પ્રજા, પ્રજાસેવકે, સંત-સાધુસાધ્વીઓનાં સંગઠને એક બીજાના દેશ સાથે સીધો સંપર્ક સાધીને કાર્ય ચલાવી શકે. આ સંગઠને પિતાની ધંધાદારી કે લાગવગના હિત કરતાં સમગ્ર વિશ્વનું હિત જુએ અને તેમને એ રીતે વિશ્વ-એય ભાવનાવી દરવણ સાધુ-સંતો પાસે મળતી રહે તે ઘણું થાય.
વિવમાં આવાં ઘણાં સંગઠને છે. દા. ત. સર્વસેવા સંધનું સંગઠન. પ્રાયોગિક સંઘનાં સંગઠને, કવેકર્સ સંગઠને, બર્ફીડ રસેલનું શાંતિ સંગઠન, વિનોબાજીના શાંતિ સૈનિકોનું સંગઠન.
આ બધાં સંગઠને સંકુચિતવૃત્તિથી માનવજાતને મુક્ત કરાવવા, સ્થાપિત હિતેને વિરોધ વહેરીને પણ કામ કરે તે ઘણું થઈ શકે. અહીં વિશ્વને વ્યાસપીઠ બનાવી. સામાજિક તપ દ્વારા, મનોશુદ્ધિ અને અધ્યાત્મ શુદ્ધિ કરીને ઘણું કાર્યો થશે. શુદ્ધ દષ્ટિને વિકાસ કરીને આ રીતે માનવસમાજની મનોસ્થિતિનું અદ્ભુત પરિવર્તન કરી શકાશે. જેમ રણને હરિયાળુ બનાવી શકાય કે ખારી ધરતીને મીઠડી કરી શકાય છે; તેવી જ રીતે જગત ઉપર અવિશ્વાસ અને અશાંતિ દૂર કરવા માટે આજની દુનિયાને આવાં સંગઠનના ઝડપી અને અનિવાર્ય જરૂર છે. બે વિશ્વયુદ્ધ તથા રાજ્ય સીમાડાના કારણે તેમ જ જયબાજીના કારણે કેટલાંક રાષ્ટ્રોમાં ગુણે સાથે દુર્ગુણે પસી ગયા છે; તને દૂર કરવા પડશે. જેમકે જાપાન ખંતીલું અને ઉદ્યમી હોવા છતાં આક્રમણખોરીને પસંદ કરનારું બની ગયું છે. જર્મની ઝનૂની અને ઉતાવળું બની ગયું છે. અમેરિકા આંધળુકિયા સંસ્થાનવાદ પ્રત્યેનો પ્રહારો સાંભળવામાં બહેરૂ બની ગયું છે. પાકિસ્તાન દ્વલીલું બન્યું છે. રશિયા અભિમાની બન્યું છે અને બ્રિટન અસાવધાન બન્યું છે. તે તેવાં રાષ્ટ્રીય અનિષ્ટોને પ્રતિકાર કરી ઈષ્ટાને ટેકો આપી શુદ્ધ સમતા દરેક દેશમાં ઊભી કરી દેવી પડશે.
આ રીતે ભૂળને વિષય વિધવાસના સાધકને ઘણે ઉપયોગી છે તે સમજી શકાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com