Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૫૨
રાજપૂતથી હાલાર અને કચ્છ વિકસ્યાં. પ્રથમ પશુપાલનને ધંધે થતપછી ખેતી વ. થયાં. વાઘેરોની વસતિમાં, કૃષ્ણ દ્વારકામાં જઈને વસ્યા. એ રીતે ભૂગોળ પ્રમાણે આગળ વધતાં જામનગર–બરડામાં ગોપીનાથ મંદિર, ગિરનારમાં જૈન તેમજ વિષ્ણુ મંદિર, પાલીતાણાના જૈન મંદિર આમ ઠેક-ઠેકાણે તે કાળે મંદિર વડે વિકાસ સહાય. મંદિર થતાં ગામો થયાં અને આસપાસની ભૂમિને વિકાસ સધાયો તેનું ઉદાહરણ ડાર છે. આજે સામુદાયિક તપ, શ્રમ, સંયમ અને પરમાર્થ વડે પરિસ્થિતિ–પરિવર્તન કરવાથી જ વ્યાપક ધર્મ ભાવનાને પ્રચાર થશે.”
શ્રી ચંચળબહેન : “પૃથ્વીના ગોળા ઉપર નજર ફેરવવી તેજ માત્ર ભૂગોળદર્શન નથી; પણ તેના અંત સ્થળને વિચાર કરી વિશ્વ વાત્સલ્યનું અનુસંધાન કરવું તેજ સાચું ભૂગોળદર્શન છે. આજે આપણે જે પૃથ્વી જોઈએ છીએ તેમાં ત્રણ ભાગ પાણી અને એક ભાગ જમીન છે. પુરાણમાં મળે છે કે અગાઉ વરૂણ ભંગુઋષિ ઉપર પ્રસન્ન થયા અને તેમને પૃથ્વીની પ્રદક્ષિણા કરાવી. ટૂંકમાં આધ્યાત્મિક અને સર્વાગી દષ્ટિએ વિચારનારને ભૂગોળ-દર્શન કરવાં જ પડે છે.
જ્યાં સુમાત્રામાં પહેલાં કઈ જઈ શકતું નહીં તે જવા-સુમાત્રા ગરમ મસાલાનું ધામ બન્યું. વિષુવવૃત્તની પાસેની ગરમીને ઉપયોગ સધાયે. ઓસ્ટ્રેલિયામાં ઊન અને હવે તેનું સિદ્ધિરૂપે મળ્યાં છે. ઉત્તર અમેરિકામાં પ્રયોગો ચાલુ છે. ભાલનળકાંઠા અને ભાવનગરમાં જમીનને મીઠી ફળદ્રુપ બનાવવાના પ્રયોગો ચાલુ છે. તે માટે સાહસ અને સામુદાયિક શ્રમ રૂપી તપ જરૂરી છે. મિસરની નાઇલ નદીના પાણીને બાંધીને જમીનને રણમાંથી હરિયાળીમાં ફેરવી નાખનાર લોકો પણ તપસ્વી જ ગણાય ! પ્રદેશ ફળદ્રુપ બને તે જ વસતિ અને સંસ્કૃતિને વિકાસ થાય એ સિંધું તેમજ ગંગા-જમનાના મેદાનનાં વિકાસ ઉપરથી સમજી શકાય છે.
ઉત્તરધ્રુવમાં માણસ વસે છે. તેને મદદરૂપ થઈએ તે ઘણું કામ થઈ શકે. આ માટે રાજયના સીમાડાઓથી ઉપર ઊડીને આપણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com