Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૪૭
મણ ઊન આપે છે. પાણીના કુવા ખેદતાં સેનાની ખાણ પણ નીકળી પડી. ત્યાં ટુંક સમયમાં મોટું શહેર ઊભું થઈ ગયું. ટુંકા ઘાસમાંથી સારામાં સારા તો લઈ લેવા, અને પશુ ઉછેરનું કામ કર્યું. તેમણે એની શિકલ ફેરવી નાખી છે. રાજસ્થાનમાં “સુરતગઢ” છેલ્લે છે ત્યાં ૭૦૦ એકર જમીન ઉપર રશિયન નિષ્ણાતોએ પ્રયાગ કરી એ રણને લીલુંછમ મેદાન બનાવી મૂક્યું.
આજે માણસ વધુ સમૃદ્ધ છે તેની પાસે પ્રકૃતિનું વિજ્ઞાન ખુલ્લું પડયું છે. પણ આ વિજ્ઞાનને સાચે ઉપયોગ થઈ શકે તે માટે તપ કેવુ જોઈએ. શ્રમરૂપી તપ કરનાર ઘણાં છે. તેમાં શ્રદ્ધા ભળી અને તે વડે તપ કરાવવાથી જમીન સમૃદ્ધ થશે; લેકે સુખી ગશે.
રામેશ્વર સુધી ગંગાનું પાણી કાવડમાં જતું હતું. એજ રીતે વિજ્ઞાન રૂપી ગંગાના પાણીને શિબિરના સાધક સાધિકાઓએ કાવડિયાં બનીને ગામે ગામે પહોંચાડવા તૈયાર થશે તે જ તપ વડે, પ્રકૃતિ વડે સર્જેલી પરિસ્થિતિનું પરિવર્તન થઈ શકશે.
આજે વિજ્ઞાને ભોગોલિક સીમાએ ટૂંકી કરી નાખી છે. તેથી જગતમાં વિચારે, રીતરિવાજો તેમજ સંસ્કૃતિને વિનિમય બહુજ ઝડપે થઈ રહ્યો છે. તે છતાં હજુ સંકુચિત રાષ્ટ્રવાદ તે ચાલુ જ છે.
સામાન્ય રીતે કોલેજોમાં કે હાઈસ્કૂલોમાં ભૂગોળ શીખવવામાં આવે છે કે જ્યાં જુદી પ્રકૃતિ–પ્રતિભાના કારણે તે–તે પ્રદેશમાં પેદા થયેલાં લોકોનું અલગ અલગ રાષ્ટ્ર લેવું જોઈએ. મતલબ કે ભૂગોળને પાયો ભિન્ન-ભિન્ન રાષ્ટ્રો હેવાં જોઈએ તેના ઉપર છે. રહન, સહન અને ભાષા જુદી એટલે એક ખંડ-રાષ્ટ્ર જ૬ હેવું જોઇએ. આ છે યુરોપનું સમાજ-શાસ્ત્ર. જ્યારે એશિયા અને તેમાંય ભારતનું સમાજશાસ્ત્ર એવું છે કે તે બેદમાં પણ અભેદ જુએ છે. ભલે ધર્મ જુદા હોય, પિપાક. રહેણીકરણી કે ભાષા જુદાં હોય પણ મૂળભૂત માનવતાની એકતા
બધા વચ્ચે રહેલી છે. જેમ પ્રાકૃતિક વિને દૂર કરવાં માટે માનવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com