Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૪૮
ભૌતિક વિજ્ઞાનનું શરણ લીધું છે તેમ આપણે માનવસમાજમાં રાજ્ય વગેરેનાં વિદને દુર કરવા માટે આધ્યાત્મિક વિજ્ઞાનની મદદ લઈ, સામુદાયિક તપ વડે આગળ વધવું જોઈએ. આમ થશે તે અછતવાળા પ્રદેશને છતવાળા પ્રદેશો પાસેથી સન્માનપૂર્વક મદદ અપાવી શકશું.
ભૂગોળના જ્ઞાનને મુખ્ય ઉપયોગ વિશ્વ માનવસમાજને એક બનાવવાની દષ્ટિએ કરવાને છે આપણે મુખ્યપણે (૧) ધર્મ સંસ્થાનું સંગઠન (૨) લોકસંગઠન તેમજ (૩) રાજ્યસંગઠનને માનીએ છીએ. તેમાં છેલું એક સંગઠન તો વિશ્વની દષ્ટિએ વિચારનું થઈ ગયું છે. જુદાજુદા દેશની પ્રજા માટે યૂને સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા” કાયદાઓ ઘડે છે. આજે યૂનેના માધ્યમથી બધાં રાષ્ટ્રો એક થવા મથે છે. પહેલા વિશ્વયુદ્ધ પછી લીગ ઓફ નેશન્સથી તેને પ્રારંભ થયો હતો; પણ તે પ્રયત્ન અસફળ રહેલો. હવે યૂને-સંસ્થા થઈ છે. તે નિષ્ફળ જાયે તે પણ સંયુક્ત રાષ્ટ્રસંધની ભાવનાએ અન્ય સંસ્થા કામ કરશે એમ ભવિષ્ય ઉજજવળ લાગે છે.
આજે સાંસ્કૃતિક વિનિમય માટે ભૌગોલિક સીમાડાઓ ન નડે તે માટે પ્રયત્નો ચાલુ છે પણ તે બધું રાજય વડે ચાલે છે. યૂનેસ્કો સંસ્થા ધૂનોના ભાગ જેવી છે.
આપણે રાજે વડે સંસ્કૃતિક મંડળે એક-બીજા દેશમાં જાય, એમ નથી ઈચ્છતા, પણ તે લોકસંગઠને વડે-સમાજના જુદા સંગઠને વડે–જાય અને રાજ્યને બાજુએ મૂકીને પણ પારસ્પરિક ગાઢ સંબંધો બાંધે એમ ઈચ્છીએ છીએ. જેમકે વિશ્વભરનાં મજૂરોનાં દેશવાર સંગઠનો પરસ્પરમાં જોડાય. એવી જ રીતે વિશ્વભરના ખેડૂત, સાહિત્યકાર, મહિલાઓનાં સંગઠને દેશવાર થઈને જોડાય તો ઘણું કામ થઈ શકે. મહિલાઓમાં કોઈ ઉત્તમ કટિનાં હોય તો આવાં સંગઠને તેમના માટે ઘણું કરી શકે. એ જ રીતે વિશ્વભરના ગોપાલકો એક થાય; ડેન્માર્ક અને અમેરિકાની ડેરીવાળા હિંદના પશુપાલકોને મદદરૂપ થાય. તેમ કરતા રાજય ભલે એક બાજુએ રહી જાય અથવા ગૌણ બને અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com