Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
[૨] ૧૦, ૨ પ્રકૃતિ-પરિવર્તન અને માનવયત્ન ]
(શ્રી દુલેરાય માટલિયા. સર્વપ્રથમ ઘણુંને થશે કે સાધુ-સાધ્વી સાધક-શિબિરમાં ભૂગોળ વિષય ચર્ચવાની જરૂર ખરી ? ભૂગોળમાં પ્રકૃતિનું વર્ણન આવે છે અને પ્રકૃતિની માનવજીવન ઉપર અસરોનું વર્ણન કરવા પાછળ એક હેતુ છે. સાધુ-સાધક વર્ગ વિધવાત્સલ્યમાં માને છે, ત્યારે તપ, વિચાર અને ભાવનાનું પરિવર્તન કરવામાં માને છે અને પરિસ્થિતિ–પરિવર્તનમાં પણ માને જ છે.
આ પરિસ્થિતિ ત્રણ પ્રકારની છે – (૧) પ્રકૃતિએ કુદરતી વાતાવરણ વડે સર્જેલી પરિસ્થિતિ (૨) સમાજે સામાજિક વ્યવસ્થા વડે ઊભી કરેલી પરિસ્થિતિ (૩) માણસની વાસના (કામ-ક્રોધ,) વડે ઊભી થયેલી પરિસ્થિતિ, વિશ્વવાત્સલ્યને સાધક આ ત્રણેય પરિસ્થિતિઓને તપ દ્વારા પલટાવવા માગે છે. સામાજિક પરિસ્થિતિના પરિવર્તન માટે નિર્જરા–તપ વડે સામુદાયિક અહિંસાના પ્રયોગો અંગે વિચારણા થઈ ચૂકી છે; પણ પ્રકૃતિ દ્વારા સજેલી-સ્થિતિના પરિવર્તન માટે ક્યા તપ વડે તેને પલટાવી શકાય ? તેમાં કયું તપ કામ આવી શકે? તેને ખ્યાલ ભૂગોળનાં વર્ણનથી મળી શકે !
ભૂગોળને ખ્યાલ ન હોય તે માણસ કેવળ પ્રકૃતિ ઉપર જ નિર્ભર રહે જેમ બીજાં જંગલી પ્રાણીઓ રહે છે. પણ માણસ પાસે બુદ્ધિ છે, તેણે બાહ્ય પ્રકૃતિને નાથવા માટેના અસંખ્ય પ્રયાસો આજ લગી કર્યા છે. શરદી-ગરમીથી બચવા માટે તેણે ઘરો બાંધ્યા છે. કપડાં બનાવ્યાં છે. વિશાળ પ્રમાણમાં ઉત્પાદન કરવા માટે યંત્રની શોધ કરી છે. એ જ રીતે આજના વિધવાત્સલ્યને સાધક જે તપ વડે સામાજિક પરિસ્થિતિને પલટવા પ્રયત્ન કરે છે, તેમજ તપઠારા પ્રાકૃતિક પરિસ્થિતિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com