Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૪૨
છે. એટલે માનવજીવનની સંસ્કૃતિ અને ધર્મના વિકાસમાં પશુઓને પણ મોટો ફાળો રહેલો છે.
આ પ્રાણુઓને નીચેના પાંચ ભાગમાં વહેંચી શકાય છે –
(૧) જંગલનાં પ્રાણીઓ : વિષુવવૃત્ત ઘીચ જંગલોમાં હાથીઓ જેવા બળવાન પ્રાણીઓ, અજગર, સાપ જેવા પેટે સરકનાર છે તેમજ ઉંચા વૃક્ષ ઉપર રહેનાર વાંદરાની જાતનાં પ્રાણુઓ મળે છે. આવા જગલમાં પંખીઓ ઘણું હોય છે અને જમીન ઉપર કીડા મંકોડા જેવા જીવોથી લઈને મગર જેવાં પ્રાણુઓ હોય છે. મોસમી પ્રદેશમાં ઘીય જંગલો ન હોવાથી ત્યાં ચિત્તા, વાઘ, રીંછ વગેરે પ્રાણીઓ નજરે ચડે છે. સમશીતોષ્ણ કટિબંધના જંગલોમાં રાની બિલાડી, વરૂ, શિયાળ, ખિસકેલી વગેરે નજરે ચડે છે.
(૨) બીડનાં પ્રાણીઓ : અહીં ઘાસ વધારે થતું હોવાથી, ઘાસચારી હરણ, ઘેડા, ઢેર, જિરાફ જેવા પશુઓ થાય છે. આ પ્રાણીઓને શિકાર કરનારા વાઘ, સિંહ, વગેરે હિંસક પ્રાણુઓ પણ ત્યાં જોવા મળે છે.
(૩) રણનાં પ્રાણુઓ : રણમાં વનસ્પતિ ઓછી હેવાથી એાછાં પ્રાણીઓ જોવા મળે છે. તેમાં ઊંટ મુખ્યત્વે હેય છે. નાના કાકિંડા, ગરોળી જેવા પ્રાણીઓ હોય છે.
(૪) બરફના પ્રદેશના પ્રાણીઓ : ટુંડ્રા જેવા બરફના રણોમાં શિયાળામાં જમીન ઉપર રહેનાર સફેદ રીંછ વગેરે ખાસ જોવામાં આવે છે. ઉનાળામાં કૅટિલ અને રેનકીપર પ્રાણી ત્યાં જેવા મળે છે, તે શિયાળામાં અન્યત્ર જતાં રહે છે.
(૫) સાગરનાં પ્રાણુઓ : જમીન ઉપર જોવાં મળતાં પ્રાણીઓ કરતાં સાગરનાં પ્રાણુઓની સંખ્યા વધારે છે. છીછરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com