Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૩૭
વરસાદનું ૨૭% પાણી પેસિફિક (પ્રશાંત મહાસાગર અને હિંદી મહાસાગરમાં તેમ જ પશજ એટલાંટિક મહાસાગરમાં મળે છે. બાકીનું ૨૨% પાણી પૃથ્વીને મળે છે. એ પાણીને વિવિધ ઉપયોગ થાય છે. પીવાથી માંડીને ખેતી તેમ જ કળ-કારખાના ચલાવવામાં પણ તેને ઉપયોગ થાય છે. તેનાથી દુનિયાના જીવનને પણ મળે છે. પાણી વગર જીવનના અસ્તિત્વની ક૯પના અશકય છે.
વનસ્પતિ : પૃથ્વી ઉપર આજે માણસ ખેતી કરીને પાક ઉતારે છે : તેમ ન થાય તે યે કુદરતી રીતે પૃથ્વી ઉપર શેવાળનાં નાના ઘાસથી લઈને મોટાં ઝાડ ઉગ્યા કરશે. પાક સિવાયની જમીન ઉપર વનસ્પતિ ઉગવાની ક્રિયા થતી આ પણે જોઈએ છીએ.
આવી વનસ્પતિઓને ઉગવામાં પાંચ વસ્તુઓ ઉપયોગી બને છે :-(૧) ગરમી, (૨) વરસાદ, (૩) પવન, (૪) પ્રકાશ અને (૫) જમીનને પ્રકાર.
ગરમી વગર વનસ્પતિ થાય જ નહીં. જ્યાં ગરમી બિલકુલ ઓછી થાય ત્યાં વનસ્પતિ જોવામાં આવતી નથી. એટલે જ ધ્રુવ ખડોમાં વનસ્પતિ મુદ્દલ જોવા મળતી નથી. ઉષ્ણતામાન જ્યારે તદન ઘટી જાય છે ત્યારે વનસ્પતિ વધવું બંધ કરે છે. - વરસાદઃ પાણીની વિપુલતા પ્રમાણે ઝાડના પ્રકાર બદલાતા રહે છે. જ્યાં પુષ્કળ આં સતત પાછું પડે છે ત્યાં વનસ્પતિ પૂબ સમૃદ્ધ થાય છે. પાણી વગરના રણમાં વનસ્પતિ કુંઠિત થયેલી હોય છે. પાણી સાચવીને ટકી શકે એવી જ વનસ્પતિ અહીં ય છે. જ્યાં સાધારણ વરસાદ હોય ત્યાં ઘાસ જેવી વનસ્પતિ થાય છે. વનસ્પતિ ખોરાક પાણી મારફત લે છે. પાણીમાં તેના રસ ભળી ગયા પછી મૂળિયાં ચૂસે છે અને વધારાનું પાણી પાંદડા બહાર ફેંકે છે.
પવન : પાણી પાછું કાઢવાની ક્રિયામાં પવન મોટી અસર કરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com