Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૩૬
આ વરાળ અક્ષાંશ તેમજ સમુદ્રથી દૂરના પ્રમાણે ઓછીવત્તી હોય છે. વિષુવવૃત્ત પાસેના પ્રદેશમાં આ વરાળ વધારે પ્રમાણમાં હોય છે ત્યાંથી દૂર જતાં તે ઘટતી જાય છે. પૃથ્વીના નજીકના થરમાં વરાળ વધારે રહે છે-ઊંચે જઈએ તેમ ઘટતી જાય છે. વાતાવરણની વરાળને અર્ધો ભાગ પૃથ્વીથી ૬૦૦૦ ફૂટ સુધી ઉંચાઈમાં અને પિણો ભાગ ૨ માઈલ સુધીમાં આવી જાય છે. વાતાવરણમાં રહેલી હવા ઘન થાય છે–ત્યારે તે ઝાકળ બને છે. ઠંડા પદાર્થના સંસર્ગમાં આવેલી હવાનું તાપમાન સંતપર્ણ બિંદુની ૩૦° ફેરનડીગ્રી ગરમી કરતાં નીચું જાય છે તે આ ઝાકળના ટીપાં બંધાવાને બદલે બરફ જામી જાય છે. તેને “હિમ” કહેવામાં આવે છે. ઉષ્ણતામાન નીચે ઉતરતાં અદશ્ય વરાળનાં નાનાં નાનાં ટીપાં બંધાવા લાગે છે અને તે વાદળાં જેવાં લાગે છે. તેને ધુમ્મસ કહેવાય છે. નદીઓ, સરોવર અને જળાશય ઉપર આ વધુ જોવામાં આવે છે. આની સપાટી જો ઉપર હોય તો તેને વાદળ નામ આપવામાં આવે છે. બન્નેની બનાવટ એક જ પ્રકારની હોય છે. વાદળમાં જળકણે તરલ હોય છે ત્યારે ધુમ્મસમાં સહેજ જામવાની અણી ઉપર હોય છે. આ ટીપાં ગરમ થઈને વરાળ બને અને ઠંડા થતાં વરસાદ રૂપે વરસે છે.
વરસાદ: વરસાદના ચાર પ્રકારે છે : (૧) ઉષ્ણતાનયનને વરસાદ (૨) ભૂપષ્ઠને વરસાદ (૩) વંટોળને વરસાદ (૪) ઋતુવાર વરસાદ.
વરસાદના ટીપાં જમીન ઉપર પહોંચે તે પહેલાં તે ઠંડા કે ગરમ પ્રવાહના સંસર્ગમાં આવે અને ઠંડા પ્રવાહનું ઉષ્ણતાપમાન ૬૨° કરતાં નીચું હોય તો આ ટીપાં જામી જાય અને બરફના ગાંગડા રૂપે જામે અને નીચે પડે ત્યારે કરા રૂપે વરસે છે.
પૃથ્વી ઉપર સરેરાશ ૩૩ ઈંચ વરસાદ પડે છે. પૃથ્વી ઉપર પડેલા આ વરસાદનું કેટલુંક પાણી વરાળ રૂપે ઊડી જાય છે, કેટલુંક જમીનમાં ઊતરે છે; પણ મોટા ભાગનું પાણી નદીઓ વડે સમુદ્રમાં ઠલવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com