Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૧૩
આ બન્ને પ્રવાહોને ભૂમધ્ય ઉપર કબજો જમાવવો હતો. પેલેસ્ટાઇન તેમની વચ્ચે હૃદય સમાન હતું. આ બન્ને વચ્ચે સંઘર્ષ ચાલ્યા અને સત્તાવીશ વખત બને લડવા. તેને સારું એ કુડ (ક્રોસની નિશાની હતી તેથી) કહેતા અને મુસલમાનો તેને જેહાદ (ધર્મપ્રચાર યુદ્ધ) કહેતા. સો વર્ષની કટ્ટર લડાઈ ચાલી. ઈસાઈઓ ખ્રિસ્તીઓ સિવાય બધાને નાપાક ગણતા. તેવી જ રીતે મુસ્લિમે તેમના સિવાયના બધાને કાફર ગણતા હતા. અમારો મુખી કહે તેમ કરવું અને ધર્મ ખાતે મરી ફીટવું એ તેમને આદર્શ હતે. પરિણામે લોકોનું ખેદાન મેદાન થઇ ગયું.
આમ છતાં મુસ્લિમો પાસેથી દારૂગોળો બનાવવો, છાપકામ, લોહચુંબક વિઘા યુરોપિયને શીખ્યા. મુસ્લિમે ચીન પાસેથી શીખ્યા હતા. યુરોપિયને ઉદ્યમી હતા. ઇસ્લામીઓએ ભૂમધ્ય સાગરના આ તરફના દ્વાર બંધ કર્યા છે તેઓ નકશા, હેકાયંત્ર વગેરે સાધનોથી આફ્રિકા ફરીને ભારત પહોંચ્યા. તેમાં આફ્રિકા પણ ઘણા ગયા
આપણે પરદેશમાં બહુ ઓછુ જતા. જાવા, સુમાત્રા, બ્રહ્મદેશ, લકા વગેરે હિંદમાં જ હતા. અહીં સંયમ અને સાદાઈ હતાં તેમ જ કુદરતની પણ કૃપા હતી એટલે સંસ્કૃત-પ્રચાર માટે જવાનું મન થાય તે જુદી વાત, પણ આજીવિકા ખેડવા માટે જવાનું ખમીર આપણા લેહમાં ન હતું. કચ્છ અને દક્ષિણના લેક જ આફ્રિકા પહેલવહેલા ગયા એવું આવે છે એટલે યુરોપવાસીઓ ખૂબ સાન લઈ ગયા.
આ પ્રવાસથી યુરોપને ઘણા વસ્તત કાનને લાભ થશે. કુરાન અને બાઈબલના કારણે ખગોળ-ભૂળની વાતે તેજ રીતે માનવામાં આવતી. કોઇ વિરોધ કરે તે તેની આંખ ફાડી નંખાય કે બીજી ય તના આપવામાં આવે. ત્યારે ભારત અને અરબસ્તાનમાં સૂર્ય, મત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com