Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૨૭
થાય છે:- (૧) ઉષ્ણતામાન, (૨) હવાનું દબાણ, (૩) પવન (૪) હવામાં રહેલો ભેજ.
આબોહવાને મુખ્ય આધાર ત ઉપર રહે છે - (૧) અક્ષાંશ-રેખાંશ: જેમકે વિષુવવૃત્ત પાસે ગરમ આબોહવા રહેશે જેમ જેમ દુર જશે તેમ આબોહવા ઠંડી થતી જશે. હિંદમાં ગરમી, વરસાદ અને શરદી પડે છે. ત્યારે બ્રિટનમાં ઠંડી, વરસાદ વગેરે હેય છે. (૨) સમુદ્રની સપાટીથી ઉંચાઈઃ આ સ્થળે આવેલાં સ્થળો ઠંડા હશે. (૩) સમુદ્રથી અંતર ઃ આવાં સ્થળો જેટલે દુર હશે તે પ્રમાણે વધુ ગરમ અને સૂકાં પ્રદેશ હશે. (૪) પવનો: સમુદ્ર ઉપરથી ઉનાળામાં ચાલતાં પવને ઠંડા અને ભેજવાળા હોઇ વરસાદ લાવશે અને જમીન ઉપરથી શિયાળામાં ચાલતા પવને પણ ઠડા હશે. (૫) સાગર પ્રવાહે : આ ગરમ કે ઠંડા પ્રવાહની તેની પાસેના કાંઠાવાળા પ્રદેશ ઉપર અસર પડયા વગર રહેતી નથી. (૬) પર્વતોની નજીક : હવા તરફના ભાગોમાં સારો વરસાદ પડે છે અને બીજી તરફમાં ઓછો વરસાદ પડે છે. (૭) જમીનના પ્રકારે : રણ કે રેતાળ પ્રદેશમાં ઉનાળામાં સખત ગરમી અને શિયાળામાં સખત ઠંડી રહે છે. (૮) જંગલો અને વનસ્પતિઓઃ તેઓ વાતાવરણને ઠંડુ રાખે છે અને વરસાદને ખેચે છે.
આબોહવાની માનવજીવન ઉપર નીચે પ્રમાણે અસર થાય છે :
(૧) શરીર: ખૂબ જ ગરમી પડતા વિષુવવૃત્તની પાસેના પ્રદેશના લોકોનું શરીર રંગે કાળું હોય છે. ગરમીના કારણે શરીર વધતું નથી તેમ જ મન ખિલતું નથી. એટલે આફ્રિકાના તે પ્રદેશના લેકે કાળા, ઠીંગણા અને ઓછી બુદ્ધિવાળા મળી આવે છે. ખૂબ ગરમી પડવાથી શરીર આળસુ બને છે અને ખૂબ વરસાદ પડવાથી લો કે રોગથી પીડાતા હોય છે. ઠંડા પ્રદેશના લે કે ગોરા રંગના હોય છે. સૂકી હવામાં વસતા લેકે શરીરે તદુરસ્ત હોય છે; પઠાણ કે આરબ લોકો તેના નમૂના રૂપે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com