Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૦૯
લાખ ભાઈઓને ફેંસી નાખવામાં આ લોકો જરાએ અચકાતા નથી; પરિણામે જે સામ્યવાદ તરફ લોકો એકવાર સુખ અને શાંતિની મીટ માંડતા હતા તેના તરફ સતત ભય અને શંકાની નજરથી જુએ છે.
આ બધી ક્રાંતિનો પાયો ધમ નહતો તેમાં ક્રાંતિપ્રિય સાધુઓ કે લોકસેવક સંસ્થાને અનુબંધ ન હતે. અગાઉ રાજય સર્વોપરિ હતું એટલે રાજ્ય વડે ક્રાંતિની તેમજ પરિવર્તન અને સુખાકારીની વાત ત્યાંથી પશ્ચિમની દેનરૂપે આવી છે. એ પદ્ધતિએ વધવાનાં દૂષણે પણ ઇતિહાસના પાને લખાયેલ છે.
ક્રાંસની ક્રાંતિએ ઇતિહાસ પ્રસિદ્ધ પુરૂષ નેપાલિયન બોનાપાર્ટ આપે. તેને અને તેના સંદર્ભમાં થોડો ઉલ્લેખ કરવો જરૂરી છે. તેણે યુરોપના રાજાઓને પડકાર્યા જેઓ કાંસની સામાજિક ક્રાંતિની વિરૂદ્ધ હતા. આખું માંસ નાનકડા કાસિંવાસીને વશ થયું. નેપોલિયનને જન્મ કેસિકા ટાપુ ઉપર થયેલ હતું. તેનામાં રેચ, કેસિકન તેમજ ઈટાલીનાં લેહીનું મિશ્રણ હતું. તેણે લશ્કરી શાળામાં તાલિમ લીધી હતી. તે જેકલિયન કલબમાં અંગત સ્વાર્થ માટે જોડાયો હતે. ક્રાંતિ પછીની અવ્યવસ્થાને તેણે સારો લાભ લીધે. તવ ગરોએ તેને પિતાને નૌકાને કાફલો સોંપી દીધું. તેણે બંડખોરોને કચડી નાખ્યા અને અંગ્રેજી સૈન્યને અસાધારણ કુશળતાથી હરાવ્યું. તે ૨૪ વર્ષની ઉમરે સેના પતિ બન્યો અને દશ વર્ષમાં તે તેણે પ્રજાસત્તાકને અંત આણ્યો તેમજ તે જાને સેનાપતિ બની બેઠે. તેણે એક પછી એક સરહદે સર કરી પણ સાગર યુદ્ધમાં તે હાર્યો. તેને એક ટાપુ ઉપર રહેવું પડયું. તે ફરી આવ્યો પણ આ વખતે વિદેશીઓના હાથમાં પડ્યો અને તેને દેશ નિકાલ કરી એકાંત ટાપુ ઉપર મોકલી દેવામાં આવ્યો. તેની ઉભી કરેલી કેટલીક વ્યવસ્થા ૧૮૧૪માંજ પડી ભાંગી હતી. બરાબર તે વર્ષ પછી ૧૯૧૪માં પાછું મહાયુદ્ધ શરૂ થયું અને તેણે વિશ્વના મોટાભાગને સાંકળી લીધો. તે ૪ વર્ષ સુધી ચાલ્યું. વળી પાછાં કચડાએલાં રાષ્ટ્રને વધારે કચડવામાં આવ્યાં. પ્રજાતંત્ર વડે સત્તાની સાઠમારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com