Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૦૮
કરાવ્યો. તેથી લો કે ખૂબ ઉશ્કેરાઈ ગયા. ૧૭૯૨માં રાષ્ટ્રીય સમેલનની બેઠક મળી. તેમાં સર્વ પ્રથમ ફાંસને સ્વતંત્ર જાહેર કરવામાં આવ્યું, પછી રાજા લૂઈ ઉપર કામ ચલાવવામાં આવ્યું. તેને મોતની સજા ફરમાવવામાં આવી. ૨૧મી જાન્યુઆરી ૧૭૯૩માં તેને ગેલાટીનથી શિરચ્છેદ કરવામાં આવ્યા. પ્રજાના બદલાની ભાવના ત્યાંથી ન અટકી. તે વખતે લગભગ ૪૦૦૦ અમીર, ઉમરાવ અને રાજાના સાથીઓના કુટુંબીઓનો ગેલાટીનથી શિરચ્છેદ કરવામાં આવ્યો; પણ આ ક્રાંતિઓ પછીની ક્રાંતિથી, લોકોને જે સુખ–શાંતિ જોઈએ તે ન મળ્યાં. ફ્રાંસ અને મુખ્યત્વે પેરિસ કેવળ વિલાસ તરફ જ ઘસડાતું ચાલ્યું.
ઉપરની ત્રણેય ક્રાંતિઓને ધર્મ સંસ્થા સાથે એટલે કે સાચા ધર્મ સાથે કોઈ સંબંધ નહતો. પરિણામે ઔદ્યોગિક ક્રાંતિ સાથે ધન અને વિલાસનાં દુષણો વધ્યાં. રાજકીય ક્રાંતિ, મૂડીવાદ અને સામ્રાજ્યવાદ વધારવામાં પરિણમી અને ફાંસની સામાજિક ક્રાંતિએ લોકોને અરાજક હિંસક શસે લઈને અશાંતિ મચાવવાનું શીખવાડયું પરિણામે પ્રજાતંત્રના નામે સત્તાની સાઠમારી શરૂ થઈ
અહીં ૧૮ મી સદીના અંતમાં થયેલી અને વીસમી સદીના પ્રારંભમાં થયેલી રશિયાની સામ્યવાદની ક્રાંતિને ઉલ્લેખ પણ કરી લેવું જરૂરી છે. છેલ્લા પચાસ વર્ષમાં ત્રણ દેશમાં મોટી ક્રાંતિ થઈ. રશિયામાં સામ્યવાદ આવ્યો અને ધીમે ધીમે એણે પિતાના વાદના પ્રચાર માટે સામ્રાજ્યવાદનું સ્વરૂપ લેવું શરૂ કર્યું એટલું જ નહીં એ બહાને લોકોની શાંતિના જોખમે પણ તેમણે એ જ કાર્ય આગળ ધપાવ્યું. એશિયા અને યુરોપને મોટો ભાગ એમના પ્રભાવ નીચે આવ્યો. બીજા વિશ્વયુદ્ધ પછી હિંદ આઝાદ થયું ત્યારે ચીનમાં સામ્યવાદવાળી ક્રાંતિ થઈ; પણ ચીનની આઝાદી પછી તેણે જે રીતે સામ્રાજ્યવાદ વધારો શરૂ કર્યો છે તેથી ખુદ તેનું ગુરુ રશિયા પણ ભયભીત થઈ ઊઠયું છે. આ ક્રાંતિની કરૂણતા એ છે કે સ્વતંત્ર લોકોને
વ્યક્તિગત જરાયે સ્વતંત્રતા નથી અને વિચાર વિરોધીઓ રૂપે પિતાના જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com