Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૦૭
ફયુડલ અદાલતેના બદલે વધારે સારી અદાલતે સ્થાપવામાં આવી. પણ, આ બધી બાબતે જમીન માટે તરસતા ખેડૂતો અને અનાજ માટે તરફડતી પ્રજાને વધારે લાભદાયક ન નીવડી. આ બન્નેનું પ્રતિનિધિત્વ કોઈ રાસભામાં કરતું ન હતું. “સિરાબ”ના નેતૃત્વ નીચે મધ્યમ વર્ગને કાબું હતું; તેને પોતાને હેતુ સિદ્ધ થઈ ગયા એટલે તેણે ક્રાંતિને રોકવા દરેક પ્રયત્ન કર્યો. તેણે રાજા સાથે સમજુતી કરી અને ખેડૂતો ઉપર ગોળીબાર કરાવ્યો એટલે રાષ્ટ્રસભા, પહેલાંના શાસકવર્ગની જેમ તેની જુની દલિત સ્થિતિમાં રહી !
તેથી હતાશ થઈ પેરિસની જનતાએ “મન” અથવા સુધરાઈને આશ્રય લીધો. તે જનતાના નિકટ સંપર્કમાં હતી. તેથી બસ્તિયના પતનના દિવસે પેરિસના લોકોએ “સમગ્ર લોક ઉત્સવ” નામનો મોટો ઉત્સવ કર્યો, પણ તેથી હજ લો કોને રાજા ઉપર અંકુશ આવ્યો ન હતે. રાષ્ટ્રભા અને રાજતંત્ર પ્રજાકીય ભાવનાથી અલગ પડી ગયાં હતાં. પરિણામે રાજાને પદભ્રષ્ટ કરનાર લોકોને ગોળીથી વીંધવાનું કામ ચાલુ રહ્યું. મેંટ નામના ક્રાંતિકાર નાયકે રાજાની નાશભાગ પછી તેને દેશદ્રોહી જાહેર કર્યો પણ તેને ગટરોમાં છુપાઈ રહેવું પડયું અને તેને ભયંકર ચર્ચા–રોગ લાગુ પડે. આ દરમ્યાન લૂઈ રાજા તરીકે ચાલુ જ રહ્યો હતો.
૧૭૮૧માં રાખસભાની કારકિર્દીને અંત આવ્યો. તેનું સ્થાન ધારાસભાએ લીધું; પણ તે કેવળ ઉપલા વર્ગોનું જ પ્રતિનિધિત્વ કરતી હતી. ૧૭૯૨માં ફાંસને ઓસ્ટ્રીયા અને પર્શિયા સાથે યુદ્ધમાં ઊતરવું પડયું. રાજા દુશ્મન સાથે ભળી ગયો છે એ શક ફાંસની પ્રજાને છે. તેની સામે પેરિસના ક્રાંતિકારી કોમ્યુને આગેવાની લીધી. દેશદ્રોહીઓ અને જાસુસેના બનેલા રાજદરબાર સામે લોકોએ લશ્કરી કાયદે જાહેર કર્યો છે એમ બતાવવા માટે તેમણે લાલ વાવટા ફરકાવ્યો. ૧૭૯૨ની ૧૦મી ઓગરટે રાજાના મહેલ ઉપર હુમલે કરવાનું તેમણે નકકી કર્યું. અને રાજાએ તેના સ્વીસ અંગરક્ષક દ્વારા ગોળીબાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com