Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૦૫
આફ્રિકા અને પૂર્વ એશિયાના દેશનું શેષણ યુરોપના સામ્રાજ્યવાદે કરવું શરૂ કર્યું. ત્યાંના દુઃખી લેકની પરિસ્થિતિ વધારે કડી થઈ ગઈ.
ઔદ્યોગિક ક્રાંતિના કારણે કારખાનાંઓમાં કામ કરતા મજૂરોને ન વર્ગ ઊભો થયે. મજૂરો ખેડુતે કરતાં ઘણી બાબતમાં અલગ પડતા હતા. પહેલાં તેમને સંગઠન કરવા દેવામાં આવ્યું નહીં પણ ધીમે ધીમે મજૂરોનું બળ વધતાં મજૂર–મહાજન જેવી બળવાન સંગઠિત સંસ્થાઓ આવી. તેમનું શોષણ કરનાર એક જ વર્ગ છે. યાને માલિક ! એટલે તેમની વિરૂદ્ધ “મજૂર એક થાવાકરીને આંદોલન થયાં વિશ્વના મજરે પણ હવે આંતરરાષ્ટ્રીય સંગઠન વડે એક થઈ રહ્યાં છે. આમ વિશ્વમાં ઔગિક મૂડીવાદ સામે મજૂર ઊભા થવા લાગ્યા. અગાઉના મજૂર કરતાં આજને મજૂર વધારે જાગૃત છે એ આ સંગઠને વડે બની શકયું છે.
સામાજિક ક્રાંતિને પાયે ૧૮ મી સદીમાં નંખાયો. ૧૯મી સદીના વચગાળામાં જર્મનીમાં કાર્લ માર્કસ નામને પુરુષ પેદા થયું. તેણે રાજકીય-આર્થિક પ્રશ્નોમાં વિજ્ઞાનની પદ્ધતિ લાગુ કરી. તેણે જગતના દુ:ખી જનોના દુ:ખ ભાંગવા માટે એ રીતે વિચારધારા રજૂ કરી જે આગળ જતાં સામ્યવાદની જનેતા બની. તેણે એકસ નામના બીજ મહાપુરુષ સાથે સામ્યવાદનું જાહેરનામું (Communist Manifesto ) બહાર પાડ્યું. એમાં એની આખી ફિસૂફી રજુ કરવામાં આવી છે. તેણે Capital “મૂડી” નામને બીજો પ્ર થ બહાર પાડે. માકર્સના એ પ્રથાએ યુરોપમાં સામાજિક ક્રાંતિના બી રોપ્યાં. રશિયાની ક્રાંતિ એને જ મોટા ભાગે આભારી છે. આજે સામ્યવાદ વિશ્વનું મોટું હરીફ બળ મનાય છે.
આમ તે સામાજિક ક્રાંતિને પરિચય યુરોપને ખાસ, કરીને કસમાં ૧૮મી સદીમાં થયો હતે. ૧૬માં લૂઈના સમયમાં ક્રાંસમાં લોકોને બહુ જ હાડમારી વેઠવી પડતી હતી. તેના અમલ દરમ્યાન ભૂખમરાના કારણે રમખાણ થવા લાગ્યાં હતાં. ઘણાં વર્ષો સુધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com