Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
ન હતી અને તેના પરિણામો આજે પણ જોવા મળે છે કે ભાષાવાદના નામે શીખે તેમજ મરાઠાઓ સ્વતંત્ર ભારતમાં લડે છે તે સ્પષ્ટ જોવા મળ્યું છે. કારણકે ધર્મ સંસ્થા, રાજ્ય સંસ્થાની પૂરક બનીને પ્રજાને ઝનુન શીખવાડનાર બની હતી.
શિવાજી પછી તેનો પુત્ર સંભાજી ગાદીએ આવ્યો તે વિલાસી હતા. તેને મોગલોએ રીબાવીને મારી નાખ્યો હતો. ઔરંગઝેબ પછી મેગલ સામ્રાજ્ય પડી ભાંગ્યું તેનાં કારણે હતાં. (૧) અર્થવ્યવસ્થા પડી ભાંગવી, (૨) શીખ, મરાઠા તેમજ હિંદુ રાજ્યનું બળવાન તેમજ બળવાર થવું. (૩) મુસ્લિમ રાજ્યોમાં પણ સ્વતંત્ર થઈને રહેવાની ઉત્કટ ભાવના અને (૪) ધાર્મિક અસહિષ્ણુતા.
ઔરંગઝેબના મૃત્યુ બાદ ૧૭ વર્ષની અંદર મેગલ સામ્રાજ્ય છિન્નભિન્ન થઈ ગયું. મેગાની સત્તા નામ માત્રની દિલ્હી સુધી રહી. દક્ષિણમાં મરાઠાઓનું જોર વધવા લાગ્યું. પુનાના પેશાવાઓએ રાજ્ય સત્તા હાથમાં લીધી અને ૧૭૩૭માં તો મરાઠાઓ દિલ્હીના દરવાજે લગભગ પહોંચી જવા આવ્યા હતા. પણ ૧૭૩૮માં નાદિરશાહે આવીને દિલ્હીથી આગ્રા સુધી ભયંકર લુંટ, કતલ અને ત્રાસ મચાવ્યાં. તે અઢળક ધન લઈને ચાલતો થયો.
સત્તર વર્ષ પછી નાદિરશાહને ભત્રીજે અહમદશાહ દુરાની અફઘાનિસ્તાનની ગાદીએ આવ્યો. તેણે પણ લૂંટ માટે ઉત્તરમાં આક્રમણ કર્યું. ૧૭૫૮ માં તેણે પંજાબને તાબે કર્યું. ૧૭૬૧ માં પાણીપતના મેદાનમાં તેણે મરાઠાઓને હરાવ્યા. તે આખા ઉત્તર હિંદનો માલિક બની બેઠો. તે થોડાં વર્ષો પછી અફઘાનિસ્તાન પાછો ફર્યો એટલે મરાઠાઓ ફરી બેઠા થયા.
આ વખતે ભારતમાં એક નવું વિદેશી બળ પિતાનું જોર અજમાવતું હતું. તે અંગ્રેજે, ફિરંગી વગેરેનું હતું. તેમણે હિંદુ – મુસ્લીમ રાજ્યોની પરસ્પરની લડતને સારો લાભ ઊઠાવ્યો. પરિણામે ૧૮૫૭માં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com