Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
સાંભળવા આવે પણ અદેખાઈને કારણે હિંદુ ધર્મગુરુઓ રેકે તેથી અંતર વધતું જ ગયું. પણ જે સક્રિય પ્રયત્ન કરવામાં આવે તો હિંદુ-મુસ્લિમ એકતા જલદી થઈ શકે તેમ છે.
ગેહિલવાડનું ઘોઘા અહમદશાહે લઈ લીધું. તે વખતે વરસો અને જેતાએ ગામો લૂંટવા શરૂ કર્યા. અંતે સરખેજમાં બેગમને ફકીર વેશમાં મળ્યા; તે વખતે બેગમ બહેન બન્યા અને તેમનાં ગામો બાદશાહ પાસેથી પાછાં મળ્યાં. તેમણે એક બહેન તેજબાનાં લગ્ન કરાવ્યાં અને પરસ્પરના સંબંધો વધી ગયા.
પણ, સહેજ ઉંધુ થતાં કેટલાં ખૂન-ખરાબ થાય છે તે પણ એ જ દાખલામાં મળે છે. તેમણે એક બહેન સામંતસિંહ બહિયલવાળાને આપી. બન્ને સાળાઓ બનેવી સાથે ઠેકડી કરતા હતા કે બનેવીએ મેણું માર્યું, “ માથે તે બાદશાહનું ઓઢીને ફરે છે ને!” તેથી ખીજવાઈને તેમણે ભાણેજી શાહજાદા વેરે અપાવી. પરિણામે યુદ્ધ થયું; સામંતસિંહ મરાયો અને મુસલમાન કન્યાને લઈ ગયા.
ટુંકમાં જે સહિષ્ણુતા હોવી જોઈએ તે ન હોવાથી; તેમ જ ધર્મની પ્રેરણું ન હોવાથી, બ્રાહ્મણે અને ક્ષત્રિય નબળા પડવાથી અને સંગઠિત ન હોવાથી આ બધું થવા પામ્યું. પરિણામે ધર્મ, એકતાના બદલે માનવજાતિના ભાગલા અને દુર્દશાનું કારણ બન્યો.
શ્રી ચંચળબહેન : “ક્ષત્રિય અને ક્ષત્રિયાણીઓએ પિતાને ક્ષાત્ર ધર્મ બજાવ્યા તે પવિનીના કિસ્સા ઉપરથી મળી શકે છે. જ્યારે ક્ષત્રિય વીરેએ કેસરિયાં કર્યા અને ક્ષત્રિયાણીઓએ જોહર કર્યા. પણ સંગઠને અને તેમની સાંકળ ન હોવાનાં કારણે અનેક બલિદાને અપાયાં છતાં દૂષણો અટક્યાં નહીં અને ભારત એક ન થયું. તેને આજે આપણે બધા એ વિચાર કરવા પડશે!”
પ્ર દંડી સ્વામી હિંદુ-મુસ્લિમ એકતાને પ્રશ્ન એક અર્થમાં ઘણો સહેલો છે. શિલાલેખમાં ટાંકણું ડાબી બાજુથી શરૂ થઈ જમણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com