Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
બાજુ ચાલે છે, તેવી જ રીતે ઉ–લિપિ લખાય છે. છત્રપતિએ પિતાના ઇતિહાસમાં અરબસ્તાનને આર્યસ્થાનની રીતે ઘટાવ્યું છે. પ્રભાસપાટણના સોમનાથનું લિંગ અરબસ્તાનથી આવ્યાની માહિતી મળે છે. હજરત મહંમદના જમાનામાં હર્ષવર્ધન થયા છે. સૂફીમત ઉપર વેદાંતની, કે વેદાંત ઉપર સૂફી મતની સ્પષ્ટ અસર છે. શાહબુદ્દીન ગોરીના કુકર્મોમાં સાથ તે હિંદુઓની ટુકડીને હાથા રૂપે હતે. ચંગીઝખાન બૌદ્ધ હતો. તેણે મુસ્લિમ ઉપર જે વીતાડયું તેના બદલા રૂપે બખત્યાર ખિલજીએ એરિસ્સામાં પહાડની ગુફામાં રહેતા જૈન-બૌદ્ધ સાધુઓમાંના લગભગ ત્રણ હજારને બાળી નાખ્યા.
ઘણી પછાત કેમ ઢેડ, ચમાર, તેલી વગેરેને હિંદુઓએ સન્માન ન આપ્યું તેથી તેઓ મુસ્લિમ બન્યા તે બનવા જોગ છે. કાલા પહાડ ( કાળિયે ઢેડ) કે મલિક કાફર (કપૂરિયે-તેલી) તેના નમૂના રૂપે છે. તેઓની વિરૂદ્ધતાથી અંતર વધ્યું છે.
એવી જ રીતે બીજું પાસું પણ છે કે મુસ્લીમ કન્યાઓને હિંદુઓએ ઘરમાં બેસાડી નહીં. અકબરે પોતાની દીકરી હિંદુઓને આપવા વિચાર કર્યો હતો પણ કોઈએ લીધી નહીં. શાહજહાંએ જગન્નાથ પંડિતને લવિંગા આપી. તે હિંદુઓએ તેમને ભ્રષ્ટ ગયા. અને ગંગા નદીને જાતે બાવન પગથિયાં ચડીને તેમને સ્પર્શ કરાવ્યો ત્યારે જ બનેને યોગ્ય કરાવવામાં આવ્યા તે પણ પરાણે.
આ બધા દાખલા છનાં પ્રયત્ન થાય તે જરૂર ધર્મસહિષ્ણુતા વધતા હિંદુમુસ્લિમ એક થઈ શકે એમ મારું માનવું છે.
(૩૧-૮-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com