Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૮. વિશ્વ ઈતિહાસની રૂપરેખા યુરેપને ઇતિહાસ ઉત્તરાર્ધ. મુનીશ્રી નેમિચંદ્રજી
યુરોપના ઈતિહાસને પૂર્વાધ અગાઉ વિચારાઈ ગયું છે. ઉત્તરાર્ધ વિચારવાનું છે. સોળમી તેમ જ સત્તરમી સદીમાં યુરોપમાં ઉથલપાથલ થઈ તેમ જ વ્યવસ્થાઓ બદલાઈ. ૧૬૪૮માં વેસ્ટફેલિયાની સંધિ થઈ તેથી ૩૦ વર્ષને ભીષણ વિગ્રહ, એક વરસની વાટાઘાટો બાદ પૂરે થયો. તેમાં ચાર્લ્સ પ્રથમને પિતાનું માથું ગુમાવવું પડ્યું. ૧૯૮૮માં ઈગ્લાંડમાં ફરી શાંત ક્રાંતિ થઈ. તેથી રાજા જેમ્સને હાંકી કાઢવામાં આવ્યો અને પાર્લામેંટને વિજય થયો. રાજાનું માન તેથી કરીને વધારે ઉતરી ગયું.
ઈંગ્લાંડ કરતાં જુદી જ પરિસ્થિતિ યુરોપમાં પ્રવર્તતી હતી. ત્યાં ફાંસો રાજા ૧૪મો લૂઈ આપખુદ અને જુલમગાર ગણાતો હતે. દેશ સત્તા અને દૌલત તેના હાથમાં હતાં. ક્યુડલ અને ઉમરાવોની વ્યવસ્થાને અંત આવતો હતો તેથી એક-દેશ એક–પ્રજાની રાષ્ટ્રીય ભાવનાને ઉદય થતું હતે. રિશેલિયા અને મેઝરિન નામના નિપુણું પ્રધાને એ તે વિચાર પોતાના અમલ દરમ્યાન વહેતે કર્યો. ધર્મ અંગે પહેલાં જેટલી ભાવના લોકોમાં રહી ન હતી, તેને બદલે સર્વોપરિસ્થાન આ રાષ્ટ્રીય ભાવનાએ લીધું તેમાં ક્રાંસ અગ્રણું બન્યું.
૧૮મી સદીને પ્રારંભ યુરોપના ઇતિહાસમાં બીજી એ રીતે મહત્વ પૂર્ણ છે કે, ૧૬મી સદીના આરંભમાં જે વિદેશના પ્રવાસે ખેડાયા તેના કારણે યુરોપને ઉપનિવેશ-બાદ એશિયા ખંડમાં શરૂ થયો. એશિયા તેમ જ અમેરિકા અને આફ્રિકામાંથી વેપાર તેમ જ અન્ય રીતે પુષ્કળ ધન આવવું શરૂ થયું. ૧૮મી સદીમાં અર્વાચીન વિજ્ઞાનને પાયે નંખાય; તેમ જ વેપાર અને માલનું બજાર આખું વિશ્વ બની ગયું. વિજ્ઞાનની શોધોએ ઔદ્યોગિક ક્રાંતિને વેગ આપો અને પરિણામે ઉદ્યોગને વિકાસ ચાલતો રહ્યો. તેવી જ રીતે ૧૮મી સદીમાં ઈંગ્લાંડ
અને કાંસ વચ્ચે ભારત અને કેનેડામાં સામ્રાજ્યવાદ વધારવા માટે તીવ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com