Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
કાળમાં તેણે પણ અકબરની જેમ સુંદર સ્થાપત્ય બનાવ્યા. પ્રજાની ગરીબી અને બેકારી જોઇને તેણે શાલીમાર બાગ, નિશાત બાગ વગેરે બાગ બનાવ્યા. શાહજહાંના સમયમાં ધાર્મિક સહિષ્ણુત ઓસરતી ચાલી. તેણે હિંદુઓના દમનને ચાલુ રાખ્યું. પણ તેના કાળમાં મયુરાસન, તાજમહાલ, જુમ્મામદ, દીવાનેઆમ, દીવાને ખાસ વગેરે બન્યાં.
અકબરે શરૂ કરેલી ધાર્મિક સહિષ્ણુતા ઓરંગઝેબના સમયમાં તદ્દન ચાલી ગઈ. તે કટ્ટર ધર્મઝનુની હતું. તેણે મંદિરો તેડાવ્યાં, પુસ્તકાલયને નાશ કર્યો, હિંદુઓને બેકરીમાંથી બરતરફ કર્યા. તેણે પાછા જજિયારે નાખ્યા અને તલવારના બળે અને કોને પરાણે મુસલમાન બનાવ્યા. તેને
સ્થાપત્ય કે કળાને શોખ ન હતો. તેની પરાકાષ્ટા એ હતી કે તેના રાજ્યમાં ગાયન, વાદન એક અપરાધ રૂપે મનાતું
ઓરંગઝેબની કદર ધાર્મિક નીતિના પરિણામે હિંદુ-મુસ્લિમ એકતા અને સહિષ્ણુતાને અંત આવ્યો. અકબરે સ્થાપેલી રાષ્ટ્રીયતા ખંડિત થવા લાગી. હિંદુઓના ઠેરઠેર બળવાઓને દાબી દેવામાં આવ્યા ખરા, પણ તે વધુને વધુ જોર પકડવા લાગ્યા. શીએ અને સંગઠિત થઈને સ્વતંત્ર રાજ્ય કાયમ કર્યું. દક્ષિણમાં મરાઠાઓ વ્યવસ્થિત રીતે મોગલ રાજ્યમાંથી છુટા થઈને ખટપટ કરતા હતા. હિંદુઓએ શિવાજીના નેતૃત્વમાં મરાઠાવાડનું (મહારાષ્ટ્ર) નિર્માણ કર્યું. મથુરા પાસે જાટોએ બળવો કર્યો. દક્ષિણમાં તે શિવાજીએ એ રીતે મેગલ અમલદારોને
કાવવા શરૂ કર્યા કે તેઓ તેને મદદ આપવા લાગ્યા. ઔરંગઝેબની ધાર્મિક કટ્ટરતા એટલી બધી અસહ્ય હતી કે ઘણું મુસલમાને પણ તેનાથી ત્રાસી ગયા હતા. તેથી તેઓ પણ સ્વતંત્ર થતા જતા હતા.
ઔરંગઝેબ માટે કહી શકાય કે તેણે ભારતમાં ધાર્મિક કદરતાને પાયો નાખ્યો હતો. એક તરફ શીખોને ગુરૂ ગોવિંદસિંહની પ્રેરણા મળી હતી અને બીજી તરફ મરાઠાઓ અને શિવાજીને સમર્થ રામદાસની પ્રેરણા મળી. તેમણે બન્નેએ રાજ્યસત્તા વડે કાંતિની વાત કરી. તે યોગ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com