Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
બાળકને જન્મ આપ્યો હતે. તે જ બાળક આગળ જતાં અકબર કહેવાય. હુમાયુએ ધીમે ધીમે પિતાનું સૈન્ય ભેગું કર્યું અને ૧૬ વર્ષ બાદ ૧૫૫૬ માં તેણે ફરી દિલ્હીનું રાજ્ય મેળવ્યું. દુર્ભાગ્યે ૬ માસ બાદ તે નિસરણું ઉપરથી પડી ગયું અને મરણ પામ્યા.
ભારતને રાષ્ટ્રીયતા આપવાનું માન અકબર ને ફાળે જાય છે. અશોકે તેની એકતાને ખ્યાલ આપે. તે અકબરે રાષ્ટ્રીયતાને અમલમાં મૂકી. તે જાતે હિન્દુ કન્યા સાથે પરણ્યો. એટલું જ નહીં તેણે પિતાના પુત્રના લગ્ન પણ હિંદુ કન્યા સાથે કરાવ્યા. તેણે કુશળતાપૂર્વક સારામાં સારા રાજપૂતોને પિતાને તાબે કરી તેમને ઉંચા હોદ્દા આપી પિતાની પડખે રાખ્યા. સૂબાઓ, સેનાપતિઓ તેમજ નાયક મેટા ભાગે હિંદુજ હતા. તેણે ધાર્મિક કટ્ટરતા છોડી સર્વધર્મ સમન્વયને પ્રયત્ન કરવા દીનેદલાહી નામના સમન્વાયત્મક ધર્મને પ્રચાર કર્યો. તેણે હિંદુ-મુસ્લિમ પ્રજા વચ્ચે સમાધાન કરાવવા ઘણીવાર હિંદુઓને પક્ષ લીધો હતો પરિણામે મુસલમાનો ઘણીવાર તેનાથી નારાજ થઈ જતા. તેને દેશે જીતવાની ખૂબ જ મહત્વાકાંક્ષા હતી. તે પ્રમાણે તેણે દિલ્હીનું સામ્રાજ્ય વધાર્યું. રાજ્ય વધારવાની મહત્વાકાંક્ષા તેમજ વિલાસિતા આ બને દુર્ગણે તેનામાં હતા. પરિણામે તેણે સારાં કામ કર્યા તે છતાં તેની ધારી અસર ન આવી. પ્રજા અને પ્રજાસેવકો દ્વારા જ રાજય ક્રાંતિ થઈ શકે એ વાત અહીં પ્રમાણિત થઈ જાય છે. તેણે જમીન-મિલ્કત વગેરે અંગે ઘણાં સુધારાઓ કર્યા. તેના બે સુધારાઓ ખાસ ધ્યાન માંગી લે તેવા છે. (૧) હિંદુ વિધવાઓને સતી થવાની પ્રથા ઉપર પ્રતિબંધ મૂકાવ્યા, (૨) યુદ્ધમાં પકડેલા કેદીઓને ગુલામ બનાવવા ઉપર પ્રતિબંધ મૂકે. તેજ કાળનાં તુલસીદાસજી, સુરદાસજી, તાનસેન, બીરબલ, ટોડરમલ જેવી સમર્થ વ્યકિતઓ પણ પાકી હતી. આ વખતે મુસ્લિમ સંતમાં સૂફીવાદને પ્રચાર થયે. સૂફીવાદ ઉપર સ્પષ્ટતઃ હિંદુ ધર્મના વેદાન્તની છાપ છે.
અકબર પછી જહાંગીર થયે અને ત્યારબાદ શાહજહાં થયે. જહાંગીરના શાસનકાળમાં અકબરની ધાર્મિક સહિષ્ણુતા ચાલુ રહી. તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com