Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૩૯
*
તે બૌદ્ધ હતો. તે વખતે તક્ષશિલા બૌદ્ધ સંસ્કૃતિનું કેન્દ્ર હતું. ત્યાંથી બૌદ્ધ સંસ્કૃતિ ચીન, મંગેલિયા અને કેશિયસ પર્વત સુધી પહોંચી હતી. કુશ ન સમ્રાટે ઓગસ્ટમના દરબારમાં મોટું પ્રતિનિધિમંડળ મે કહ્યું હતું. આ કાળ બૌદ્ધ સંપ્રદાયો માટે નવા તબક્કાનો હતે. અને તે વખતે આજના બે સંપ્રદાય પેદા થયા. બૌદ્ધ મઠમાં ભિક્ષુ એના વાદવિવાદ શરૂ થયા. નવા બૌદ્ધો દાખલ થઈ શકે તે માટે નિયમમાં પરિવર્તન, વગેરે વિષયો ચર્ચાયા. વિદેશીઓની સાથે મૂર્તિમૂર્તિપૂજા વગેરે ગ્રીક ત પણ આવીને ભળ્યા. તેથી જે બુદ્ધ જાતે મૂર્તિ કે મૂર્તિપૂજામાં માનતા ન હતા તેના અનુયાયીઓ તેમાં માનવા લાગ્યા. સ્પષ્ટત : બૌદ્ધ સંપ્રદાયોમાં બે ભેદ પડયા :–મહાયાન અને હીનયાન. મહાયાન સંપ્રદાયે બધા પરિવર્તને સ્વીકાર્યા. તે સંપ્રદાય નવા બ્રાહ્મણ સંપ્રદાયની વધુ નજીક હતો કારણ કે તેમાં બ્રાહ્મણ મોટા ભાગે હતા. કુશાન લેકોએ આ નવા બૌદ્ધ સંપ્રદાયના વિચારોને ફેલાવવામાં ખૂબ મદદ કરી હતી. શક, દ્રણ કે તુ લેકો જેમ કશાન લોકો કેવળ લૂંટફાટ કે વિજ્ય મેળવવા નહોતા આવ્યા પણ તેઓ હિંદમાં ધર્મબંધનથી બંધાઈને રહેવા આવ્યા હતા. તેમણે આની રાજય પદ્ધતિ અપનાવી લીધી હતી. પરિણામે તેઓ ૩૦૦ વર્ષ સુધી રાજ્ય કરવા સકળ નીવડયા હતા. કુશાન સામ્રાજય વખતે ગ્રીક, રોમ અને ચીનની સંસ્કૃતિઓ ઉપર હિંદની સંસ્કૃતિની સવિશેષ અસર પડી.
કુશાન સામ્રાજયની જે પકડ કનિક જમાવી હતી તે ધીમે ધીમે ઓછી થતી હતી. કારણ કે, શક, હુણ, યવન વગેરે લોકો પણ ત્યાં આક્રમણ લઈને આવ્યા હતા અને તેઓ છુટાછવાયાં રાજ્યો ઉપર સામનો કરતા હતા. તેઓ પણ બૌદ્ધ મતને માનતા હેઈને અહીં વસી શકયા. પણ વિદેશીઓને આ વસવાટ કે રાજ્યશાસન ક્ષત્રિય લોકોને ૩ચતાં ન હતાં. ગુપ્ત સામ્રાજ્ય :
આ વખતે ગુપ્ત સામ્રાજ્યને ઉદય થયો. તેના આદિશાસક ચંદ્રShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com