Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
કારણે પ્રજા દબાયેલી પડી હતી. મહંમદ બધી દૌલત અને કેદીઓને લઈને ગિઝની ગયો. તે પિતાની સાથે સલાટો, કારીગરે, તેમજ
સ્થાપત્ય કળાના વિશારદે ને લઈ ગયા હતા. તેણે બિઝનમાં સ્વર્ગ–વધુ (ઉરૂસે જન્નત) નામનો બાગ બનાવ્યો.
મહંમદ ગઝનીને ધર્મ પ્રતિ પ્રેમ હતું એવું કંઈ નહતું. તેને માત્ર ધન અને રાજ્ય સત્તાની હવસ હતી. એટલે જ તેણે સિંધના અગાઉના આરબોને ડરાવ્યા, બગદાદના ખલીફાને મારી નાખવાની ધમકી આપી અને પિતાના દ્રવ્યને ઉપયોગ વૈભવ વિલાસમાં જ કર્યો.
આ રીતે હિંદુસ્તાનને ઈસ્લામ ધર્મને પહેલે પરિચય લુંટારૂ અને હિંસક તરીકે થયે તેમને હિંદુ-મુસ્લિમ સહિષ્ણુતાને અંત શરૂ થ. એક રીતે કહીએ તો ભારતના ઈતિહાસમાં જેને પૂર્ણ હિંદુ યુગ કહીએ તે પરેશ થવા આવ્યો. હિંદની પ્રાચીન સંસ્કૃતિને એક નવી આવેલી ધર્મ પ્રેરિત લડાયક સંસ્કૃતિને સામને શરૂ કરવો પડ્યો. મહંમદ ગઝનીની આ લુંટની અસર, બંગાળ, દક્ષિણ હિંદ કે મેવાડ ઉપર ન થઈ પણ તે આક્રમણે એક નવી વસ્તુ પેદા કરી. બ્રાહ્મણ-ક્ષત્રિયોએ પિતાના બચાવ માટે જ્ઞાતિ વ્યવસ્થાને વધારે જડ અને મજબુત કરી મૂકી. તેમાંથી વિકાસનું તત્વ જતું રહ્યું. તેમણે સ્ત્રીઓને અંતઃપુરમાં બંધ કરી અને પડદામાં નાખી દીધી. મહંમદે સુંદર ઇમારતા સ્થાપત્યને નાશ કર્યો હતો. તેના હુમલા બાદ ૧૫૦ વર્ષ સુધી હિંદમાં વિશેષ પ્રગતિ ન થઈ. તે વખતે ભારતમાં છૂટાંછવાયાં રાજ્ય જ હતાં. તેમનામાં એક્તા ન હતી, તેમજ અંદરોઅંદર અદેખાઈ વધારે પણ હતી.
બારમી સદીના અંતમાં એટલે કે ૧૧૮૬માં અફઘાન સરદાર શાહબુદીન ગેરીએ પિતાનું રાજ્ય બનાવ્યું. ગોર પ્રાંતના આ લડાયક સરદારે આ ગઝનીને કજો મેળવ્યો અને જાહેર જીતી તેણે દિલ્લી તરફ કુચ કરી. તે વખતે દિલ્હી ઉપર પૃથ્વીરાજ ચૌહાણનું રાજ્ય હતું. તેની આગેવાની હેઠળ ઉત્તર હિંદના રાજાએ ભેગા મળીને લડયા અને તેમણે ગોરીને સખ્ત હાર આપી. પણ, તે કાર થોડા દિવસો માટે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com