Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
સ્વતંત્રતા છીનવી શકતો નહતા. તેમાંથી પુરી પદ્ધતિને ઉદ્ભવ થયા. આ રીતે ઈંગ્લાંડમાં રાજસત્તા ઉપર અંકુશ મૂકવામાં આવ્યો.
એ કરાર બાદ ઈગ્લાંડમાં બીજો એક મહત્વનો બનાવ બન્યો. રાષ્ટ્રીય બળો જેશમાં આવતા ત્યાં રાષ્ટ્રીય બળો જેશમાં આવતા ત્યાં રાષ્ટ્રીય સભાનો ઉદય થયો. દેશના જુદા-જુદા ભાગમાંથી લોકો પિતાના પ્રતિનિધિ ચૂંટીને મોક્લવા લાગ્યા. ઈંગ્લાંડની પાર્લામેંટનો પ્રારંભ હતો. નાગરિકોની પ્રતિનિધિ સભા (હાઉસ ઓફ કોમન્સ) અને અમીર ઉમરો અને બિશપની ઉમરાવ સત્તા (હાઉસ ઑફ લોર્ડસ) બીની. પ્રારંભમાં તે તેમની સત્તા ઓછી હતી પણ ધીમે ધીમે સત્તા વધતી ગઈ અને અંતે પાર્લામેંટે સર્વોપરિતા પ્રાપ્ત કરી. ૧૭મી સદીમાં રાજા પાર્લામેંટના હાથ નીચે કાર્ય કરતી શાસનની નામ માત્ર વ્યક્તિ તરીકે રહી ગયે.
આના ધાર્યા પ્રભાવ યુરોપ ઉપર પડ્યા વગર ન રહ્યા. ચર્ચનું ધર્મ-શાસન લુપ્ત થતું ગયું. રાજાશાહી, અને પ્રજાપ્રતિનિધિત્વ શાસન વચ્ચે સંઘર્ષ થતો ગયો. ઈંગ્લાંડની પાસેના પ્રદેશોમાં, કાંસ વગેરેમાં બળવાઓ થયા, ક્રાંતિઓ થઈ અને પ્રજાકીય પદ્ધતિનું શાસન આવ્યું. રોમ-ઈટલીની પાસેના પ્રદેશમાં રાજાશાહી ટકી રહી. એ બંનેની વચ્ચે, ઉત્તર પૂર્વમાં અત્યાચારી રાજાશાહી ચાલતી રહી. રશિયા કે આસપાસના પ્રદેશોમાં તે ૧૮મી સદી સુધી ચાલ્યું. પ્રજાને સંઘર્ષ વધતો જ ગયો. યુરોપમાં બે ક્રાંતિઓએ આખા યુરોપને બદલી નાખ્યું. એક ધમંક્રાંતિ અને બીજી ઔદ્યોગિક ક્રાંતિ; લોકો તે છતાંએ સત્તા અને પૈસાના બળ હેઠળ પીસાતા રહ્યા. રશિયાની સામ્યવાદી ક્રાંતિ એ યુરોપના ઈતિહાસનું મહત્વપૂર્ણ પ્રકરણ છે. જેમાં યુરોપ બીજા વિશ્વયુદ્ધ પછી ખરેખર એ છાવણીમાં વહેંચાઈ ગયું; અને બન્ને વચ્ચે સત્તાની સાઠમારી માટે વિચારથી લઈને વાયુ-બમ સુધીના સાધનોની હડચાલી રહી છે,
આના પાયાના કારણમાં જોઈશું તો અહીં ધમ હતો, પણ ધર્મો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com