Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૭૨
૧૧૫૫માં ઈટાલીમાં બ્રેલિયાના વતની “આનેડ” નામનો લોકપ્રિય ધર્મોપદેશક છે. તે પાદરીઓના વૈભવવિલાસ અને ભેગોની વિરુદ્ધમાં પ્રચાર કરતો હતો. તેને પકડીને, જીવતો ફાંસીએ ચડાવવામાં આવ્યો અને તેના મડદાંને બાળી નાખવામાં આવ્યું. તે અંત સુધી અડગ રહ્યો. તેના કારણે એક ન વર્ગ નવા વિચાર સાથે ઊભો થયો. આ વર્ગને દબાવવા માટે પિપ તેમ જ ચચે કોઈ પણ પગલું ભરવામાં કસર ન કરી.
આ વિરોધ કરનાર સંપ્રદાયોને ચર્ચે સંપ્રદાય બહાર કર્યા. તેમની સામે પણ વ્યવસ્થિત ક્રુઝેતેણે આરંભી. ઘણા પેદા કરે તેવી ક્રૂર દમનની રીતો અજમાવવામાં આવી. આમ ચચે લડાયક અને ભીષણ રૂપ ધારણ કર્યું. તે છતાં વિરોધીઓ વધતા ગયા.
તેમણે સંત ફ્રાંસિસ નામના અતિશય આકર્ષક સંત પુરૂષની નીચે ગરીબો અને રક્તપિત્તીયાઓની સેવાનું શાંતિ-કાર્ય ઉપાડયું. આ સંત ક્રાંસિસ પોતે ધનવાન હતા પણ બધી ધનદૌલતનો ત્યાગ કરી તેમણે ગરીબીનું વ્રત લીધું અને સહુથી ઉપેક્ષિત એવા ગરીબ રક્તપિત્તિયાઓની સેવામાં પરોવાયા. તેના અનુયાયીઓ વધવા લાગ્યા. તેઓ વિરોધના બદલે લોકસેવાનું કાર્ય શાંતિપૂર્વક કરતા હતા. તેણે સંઘ રચ્યો અને મોટે પાયે બૌદ્ધ સંઘ જે તે હતો. મુઝેડ વખતે તે મિસર અને પેલેસ્ટાઈને ગયે. આ પવિત્ર માણસને ખુદાને માણસ ગણીને મુસલમાનેએ તેને કંઈ પણ યંત્રણ ન આપી; પણ ચચે તેને અવરોધ ગ.
એવો જ એક બીજો સંઘ મેનિક સંપ્રદાય ચર્ચમથિી છુટ છે. આ સંધ ધર્માન્ધ અને ઝનૂની હતા. તે સંત કાન્સિસના સંઘથી તદ્દન વિરુદ્ધમાં હતો. તે દમન, જુલ્મ અને પાશવી અત્યાચારો વડે કાર્ય પાર કરવામાં માનતો હતો.
પવિત્ર રોમન ચર્ચામાં ૧૨૩૩ માં વિધિપૂર્વક હિંસા વડે ધર્મનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com