Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
અમેરિકા અને પેરૂ. લગભગ ૬૧૩માં મેકસીકોમાં સંવત પ્રારંભ થયો. તે વખતે ત્યાં માટીનાં વાસણો, વણાટ તેમ જ પત્થર-કામ ચાલતું હતું. ત્રાંબું, સોનું અને લોઢું પુષ્કળ હતું. તેમની લેખનકળા હતી, સ્થાપત્યકળા હતી. અમેરિકામાં ઘણાં નાનાં નાનાં રાજ્ય હતાં. ઘણી ભાવાઓ હતી. રાજ્યતંત્ર કંઈક અંશે વ્યવસ્થિત હતું. મધ્ય અમેરિકામાં ત્રણ રાજ્યોને સંઘ બન્યો. ઈશુના એક હજાર વર્ષ પછી આ બનવા પામ્યું હતું.
ત્યાં માયા સંસ્કૃતિ ચાલતી હતી અને તેમાં ધર્મગુરૂઓનો પ્રભાવ હતું અને વિશેષ પ્રતિષ્ઠા હતી. આ માયા સંસ્કૃતિ લગભગ યુરોપીયન આવ્યા ત્યાં સુધી રહી. રેડ ઈડીયાને તેના વારસદાર ગણાવી શકાય.
મેકિસકમાં પ્રજા લશ્કરી ખમીરની હતી. લડાઈ લડતી. તેની રાજધાની આઝટેક હતી. પેરૂમાં પણ જૂની સંસ્કૃતિ હતી. યુરોપની નવી પ્રજાના સંપર્ક આવતાં આ ૧૫૦૦ વર્ષો જૂની સંસ્કૃતિ અને જાતિ કેમ નાશ પામી તે કહેવું મુશ્કેલ છે. એક તો એ પણ કારણ હોઈ શકે કે યુરેપની પ્રજાને જૂના રામને ના મળેલા વારસા પ્રમાણે જૂની પ્રજાને નાશ કરવો તે મુજબ યુરોપની પ્રજાએ તેમને નાશ કર્યો હોવો જોઈએ. બીજું કારણ એ છે કે તેઓ ઊંડા જંગલમાં ઉતરી જતાં જંગલી જનાવરે કે ભયંકર વ્યાધિના ભોગ થઈ પડ્યા હોય.
દક્ષિણ અમેરિકામાં પિ૨માં દડાનું રાજ્ય હતું. ત્યાં કંઈક સંસ્કૃતિ હતી. એમ આજના મળી આવતા અવશેષો ઉપરથી જાણી શકાય છે. ઈડા રાજાને ૧૫૦ની સાવમાં સ્પેનવાસીઓએ પકડી લીધેલ. પિઝારો નામના સેનાપતિએ તે રાજ્યને સ્પેનમાં ભેળવી દીધું.
આ ઉપરથી જાણી શકાય છે કે જ્યાં સંસ્કૃતિઓ અંગે અનુબંધ ન રહ્યો ત્યાં ત્યાં પ્રજા અને સંસ્કૃતિ બંનેનો નાશ થયે; કાં લોકે આપસમાં લડતા જ રહ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com