Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
' બાબતે અંગે સ્વયંભવ-સ્વાવલંબી બનવાનો પાઠ તેમ જ બીજા દેશોને લૂંટવાનું બંધ કરવું એક વાત સંભવનાથજીના કાળમાં થઈ.
જ્યારે કમાવવામાં સ્વાવલંબન અને સંતોષ આવે એટલે જ્ઞાનવિજ્ઞાનના નવા પ્રયોગો શાંતિકાળમાં થયા એને જીવન નવું નંદનવન જેવું બને. આ બધું થયું તેના કારણે ચેથા અભિનંદનજી કહેવાયા.
પણ, એકવાર ગતિ વધે અને જ્ઞાન - વિજ્ઞાનમાં પ્રગતિ થાય તે લેકે ભોગપ્રધાન બને તે માટે સુ બુદ્ધિ મળવી જોઈએ. તે આપનાર પાંચમા સુમતિનાથ થયા. નિર્લેપ રહીને, ભોગોથી સમાજને, જળ(પદ્મ)કમળવત્ નિર્લેપ રહેવાનું શીખવાડયું એટલે પદ્મયુગ પદ્મનાથજીને કહેવાય. સારાં–નરસામાંથી સારી વસ્તુઓ ગ્રહણ કરવાની દિશા-પાર્શ્વ લેવાનું જેમણે બતાવ્યું તે સુપાર્શ્વનાથ થયા. સારી વસ્તુઓ લઈને તેને સમાજ માટે વિકાસ કરાવે; જેમ ચંદ્ર-સૂર્યમાંથી તેજ ઝીલવું; પૃથ્વીની પરિક્રમા કરાવવી, સાગરમાં ભરતી લાવવી વગેરે બાબતે ચંદ્રની જેમણે કરાવી તે ચંદ્રપ્રભુને યુગ થયો. તે છતાંયે એક વાર વિચાર ગ્રહણ કર્યા છતાં વિધિ નિષેધ અંગે માર્ગદર્શન જોઈએ. આ માર્ગદર્શન આપનાર સુવિધિનાય થયા. તેમાંથી સદાચાર વડે સમાજવ્યાપી શીતળતાને જેણે સ્પર્શ કરાવ્યું તે શીતળનાથને યુગ;
જ્યાં શ્રેયને માર્ગ ખેડાયો. વાસુપૂજ્યના સમયમાં વસુધાની જેમ વ્યાપક થવાને, વિમળનાથના સમયમાં અંતરના ઊંડા મેલે ઊલેચી નિર્મળ બનવાન, અનંતનાથના સમયમાં પ્રાણીમાત્રમાં રહેલ ચૈતન્ય દર્શાવી વિશાળ-અનંત થવાને; અને ધર્મનાથના સમયમાં સમાન આત્મધર્મના પ્રચલનને તેમ જ શાંતિનાથના સમયમાં વ્યાપક શાંતિની આરાધના કરવાને ક્રમ ચાલ્યો અને તે પ્રમાણે યુગ થયા.
એવી જ રીતે અન્ય તીર્થ કરના નામ પ્રમાણે ગુણોને યુગ ચાલે અને તેમની વિશેષતા વ્યક્તિ, સંધ અને આખા માનવસમાજમાં
સ્થપાઈ તેને વિશાળ પાયે ખ્યાલ આવી શકે છે તેમજ માનવ વિકાસની કડીઓ, ઈતિહાસકાળ પહેલાંની સંધાતી નજરે ચડી શકે છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com