Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૭૯
શ્રી પૂજાભાઈ : “ રોમન ઈતિહાસ અને યુરોપને ઇતિહાસ બે વાત નજર આગળ લાવે છે. સુકરાતમાં નાગરિકતા તેમ જ સ્વતંત્ર વિચારની પ્રબળતા રોમન કાળમાં જોવા મળે છે જ્યારે તેને ભાગવાનું કહેવામાં આવે છે તે છતાં સાફ કહે છે: “ના, હું કાનૂન ભગ નહીં કરું” તેમ જ જે સમાજને મેં લાભ લીધે તે મને ઝેર આપે તે મારે પીવું એ તેની જીવનની ઊંડી સમજણ જાહેર કરે છે.
યુરોપના ઈતિહાસમાં ઇશુનું બલિદાન પણ પ્રેરક છે. તેનો શિષ્ય દગો આપે છે; કોસ ઉપર ચડે છે ત્યારે સ્ત્રીઓ રડે છે ત્યારે તે સંત કહે છે : “ શા માટે રડે છે, હું નથી મરતો, મારું શરીર જ મરે છે !” આ બહુ જ પ્રેરક વચને છે. આ બન્નેની વાતે વિશ્વને શાખવા જેવી છે. યુગેયુગે આવી ફનાગીરી કરનાર સંત પાકતા જ રહ્યા; જેથી આજે વિશ્વમાં, હિંસાના બળે રાજ્ય કરવાની વાતને અંત આવતો જઈ રહ્યો છે અને " શાંતિના બળોને જોર મળી રહ્યું છે.”
શ્રી બળવંતભાઈ : “વિશ્વ ઇતિહાસની એ પરિપાટી જોવા મળે છે કે સ્વાર્થ, જુલ્મ અને હિંસા પ્રથમ તો ફાવે છે પણ એને સદગુણેનો વિજય થાય છે. તેમાં જે અનુબંધ હેય તે કાર્ય સુંદર થાય; નહી તો પ્રેરણા આપતાં બળનું જોર ઘટે! પાછો વળી કોઈ વિરલા પાકે અને શાંતિબળોનું કાર્ય આગળ ધપે ! રામ ગયા, કૃષ્ણ આવ્યા ! પછી બુદ્ધ, મહાવીર થયા. પછી ગાંધીજી આવ્યા. આજે તેમના ગયા બાદ ભલે કાનને સુંદર બન્યા હેય પણ (૧) ભૂખ્યો માનવી (૨) નારી દુર્દશા અને (૩) દાંડતોની પ્રતિષ્ઠા એ ત્રણે જટિલ પ્રશ્નો ઊભા જ છે, ત્યાં શુહિપગ અને અનુબંધના પ્રયોગો વડે વળી કંઈક આશા બંધાય છે. તે માટે સતએ ભગીરથ પુરુષાર્થ કર પડશે તે જ વિધઇતિહાસને સાચે તાળો મળશે.”
પૂ. દંડી સ્વામી : “ભગવાન ઋષભદેવ વખતે જે સાડા પચ્ચીશ દેશની વાત જૈનમમાં આવે છે તે તે વખતે ત્યારની દુનિયાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com