Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૭૫
લે કોને ખરૂં માર્ગદર્શન ન આપ્યું અને તેણે જ સત્તા ટકાવવા માટે કે પરિવર્તન આણવા માટે હિંસાને રીતસરની માન્યતા આપી. એટલે આજે પણ યુરોપની પ્રજામાં શાંતિ-અહિંસાની રીતે કાંતિ થઈ શકે એ વિચાર જલદી ગળે ઉતરતે નથી. યુરોપનો ઈતિહાસ મોટા ભાગે યુદ્ધોને, લોહિયાળ-ક્રાંતિ અને સ્વાર્થ માટે વિશ્વયુદ્ધોને સતી પ્રજાને ઈતિહાસ છે. તેને એક યા બીજી રીતે દોષ જૂની ધર્મશાસન પ્રથા અને રાજ્ય પ્રથાને ફાળે જ જાય છે. ૬. . અમેરિકાને સંક્ષિપ્ત પૂર્વ ઇતિહાસ
યુરોપના ઇતિહાસમાં એક વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય છે કે યુદ્ધો કે કુડે ચલાવ્યે રાખવામાં સ્વાર્થી સ્થાપિત હિતેને સ્વાર્થ વધારે છે. પણ જેમ જેમ પરિસ્થિતિ થાળે પડતી ગઈ તેમ તેમ દેશની સંપત્તિ વધારવા માટે લૂંટફાટ કે ચાંચીયાગીરીના રસ્તાઓ બંધ થયા.
આ અરસામાં સ્પેન-પોર્ટુગલ તેમજ ચ દેશના લોકોએ વિદેશગમન શરૂ કર્યું. આમાં સાહસી લોકો ઉપરાંત ધર્મ-સંપ્રદાયોના પટ-વિભાગે વાળો વર્ગ પણ હતો. આ લોકો આફ્રિકા, અરબસ્તાન, હિન્દ, જાવા-સુમાત્રા સુધી ફરી વળ્યા. એમાંથી કેલ બસ નામને સાહસી હિન્દના બદલે અમેરિકા જઈ ચડ્યો. અને આ રીતે અમેરિકા શેધાયું.
કોલંબસે અમેરિકા શે તે પહેલાં તે જંગલી પ્રદેશ હતો એમ માનવાનું કોઈ પણ કારણ નથી. અગાઉ પાષાણ યુગથી ત્યાં વસતિ હોવાનું મનાય છે. તે વખતે ત્યાંની પ્રજા શિકારી જીવન પસાર કરતી હોય તે બનવાજોગ છે. એમ કહેવાય છે કે અલાસ્કાથી મનુષ્યની ટોળીએ એક ખડમાંથી બીજા ખંડમાં આવતી જતી હશે. એશિયા અને ઉત્તર અમેરિકા વચ્ચે જમીન માર્ગ અવરજવરને વહેવાર હાય એવા સંભવ છે.
પ્રાચીન અમેરિકાની સંસ્કૃતિના ત્રણ કેન્દ્રો હતાં :-મેકસીકે, મધ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com