Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
આમાં
હતી. (૨) ને
અટવાઇ જતા
કયા નહીં. ()
ન હતો. પરિણામે બૌદ્ધ ધર્મ ક્ષીણ થતો ચાલે. બૌદ્ધ-ધર્મની ક્ષીણતાના અન્ય કારણે આ પ્રકારે પણ હતા. (૧) બૌદ્ધ ભિક્ષુઓમાં તપ-ત્યાગ-બલિદાનની ભાવના મંદ પડતી ગઈ હતી. (૨) નવા વિહાર બંધાતા તેઓ તેમાં જ અટવાઇ જતા, તેઓ નૈતિક ચકી રાખી શક્યા નહીં. (૩) વિદેશમાં ફેલાવો થવાના કારણે સંખ્યાવૃદ્ધિ થઈ પણ ગુણવત્તા ઓછી થતી ગઇ. (૪) રાજ્યાશ્રિત થવાના કારણે સાચું કહી શકવાની હિંમત અને તેજસ્વિતા ન રહી. (૫) બ્રાહ્મણે અથવા તો તે સમયની હિંદુધર્મો સરકારનું દબાણ; તથા ધીમે-ધીમે પિતાની અંદર સમાવી દેવાની હિંદુ ધર્મની શક્તિ.
ગુપ્તકાળ પિતાના સાહિત્ય, કળા તેમ જ સંસ્કૃતિના વિકાસ માટે સુપ્રસિદ્ધ છે. સારા સંસ્કૃતના નાટકો-કાવ્યો તે વખતે રચાયાં. સુપ્રસિદ્ધ મંદિરે પણ તે વખતે બંધાયાં. અજંતાની ગુફાઓનું નિર્માણ તે ચિત્રકળાને નમૂને છે.
આપણે ગુપ્તવંશ પછી કોઈ ઉલ્લેખનીય યુગ ગણીએ તો હર્ષવર્ધનને છે. દૂણ લોકો ઉત્તર ભારતમાં આગળ વધ્યા હતા અને તેમણે કન્નોજ ( કાન્યકુજ)ના રાજાને મારી તેની રાણી રાજયશ્રીને કેદ કરી. તેથી તેનો ભાઈ રાજવર્ધન બહેનને છોડાવવા ગયો. તે છો ખરો પણ તેનું કોઈએ દગાથી ખૂન કર્યું. પછી તેનો નાનો ભાઈ હર્ષવર્ધન તેની શોધમાં નીકળ્યો. રાજયશ્રી કેદમાંથી છૂટી ગઈ હતી અને જંગલમાં રખડતી હતી. અંતે તે કંટાળીને આત્મહત્યા કરવા જતી હતી કે હર્ષવર્ધન ત્યાં પહોંચી ગયું અને તેણે બહેનને મરતા બચાવી લીધી હતી. ત્યારબાદ હર્ષવર્ધને ભાઈને દગાથી મારનારને બદલો લીધે અને તે જાતે ગાદી ઉપર બેઠે. તેણે અરબીસાગરથી બંગાળના ઉપસાગર સુધી પોતાનું રાજ્ય પણ વધાર્યું. હર્ષે કન્નોજને પિતાની રાજધાની બનાવી. તેને પુત્ર ઇતિહાસના ગૌરવનું એક પાનું છે. તે પોતે ભણેલ અને લેખક હતા. તેણે પિતાની આસપાસ ઘણું કવિનાટકકારે ભેગા કર્યા હતા. તે કાળમાં લખાયેલ નાટકો આજે પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com