Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૪૭
મેળા ભરાય છે. અહીં ત્યાગીઓની આસપાસ મેળો ભરાય છે, જેમાં શિલ, સદાચાર. અને ભકિત મુખ્ય હોય છે,
આજની કેળવણી પામેલા ભાઈ-બહેને શીલના બદલે ક્રિકેટ રમવામાં, આનંદ-પ્રમોદના સાધનો પાછળ જવામાં ખાસ માને છે. નારી જગતમાં પણ સૌન્દર્યના પ્રસાધનાને ખૂબ જ વધારે. થતા જાય છે. તેથી જ આજની કેળવણી પામેલા ભાઈબહેન ધાનક કે સત્તાધારીઓ થવા માટે દોટ મૂકે છે. ગાંધીજીએ તેથી જ નવી કેળવણી તરફ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ વચ્ચે આ પાયાનો ભેદ ટુંકમાં સમજી લેવા જેવો છે.
શ્રી પૂજાભાઈ : “ મને તો વિશ્વઈતિહાયની રૂપરેખામાંથી અનુબંધની વાત જ યથાર્થ લાગે છે. રાજય આજે જે પહેલે નંબરે આવ્યું છે તેના બદલે ધર્મને પ્રથમ સ્થાન અપાવવું પડશે; તેમજ લેવક સંગઠને અને લેક-સંગઠને દ્વારા નૈતિક પાયો દઢ કર પડશે.”
શ્રી દેવજીભાઈ: “હમણાં અમેરિકા જઈને આવેલા એક ભારતીય વિધાથ સાથે મારે વાત થઈ હતી, ત્યાંના લોકોને એ જાણીને આશ્ચર્ય થયું કે એ ભાઈની ગેરહાજરી દરમ્યાન તેમની જમીનની ખેતી વગેરેનું કામ તેમના પિતાજી કરે છે. ત્યાં આપણુ જેવી કુટુંબ-વ્યવસ્થા નથી. છોકરો માટે થાય કે પંખીના બચ્ચાં જેમ છૂટો થઈ જાય ! પરિણામે બન્નેની હાલત કફે ડી થાય છે. ત્યાં એક સ્થળે લાયબ્રેરીના કબાટમાં એક લાઈનમાં એક જ પુસ્તક “ગીતા” હતું. બીજે પુસ્તકો શા માટે નથી તે પૂછતાં તેને કહેવા માં આવ્યું કે ગીતા જેવું બીજ આજેડ પુસ્તક નથી એટલે તેને એકલું રાખવામાં આવયુ છે. આ જોઈને તે ભાઈને અગાઉ કરતાં વધારે ભારતીયસંસ્કૃતિ પ્રત્યે પ્રેમ થઈ ગયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com