Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
પ્રભાવ ન હોઈને રાજ્ય સર્વોપરિ રહ્યું. પરિણામે આંધળી રાજાશાહીના કારણે ત્યાંની સંસ્કૃતિને નાશ થયો.
મુનિશ્રી સંતબાલજી કહે છે તેમ ભારતમાં સહિયારી સંરકૃતિમાં તાદામ્ય અને તટસ્થતા સહજ બની. તે માટે વિવિધતાના સમન્વયને સંસ્કાર, સંસ્કૃતિમાં વણતો ચાલ્યો. લગ્નની કોઈ વ્યવસ્થા ન હતી. તેમાં અનેક પત્નીએ કરવાની રીતમાંથી એક પત્ની વ્રત સુધી સંસ્કાર વણાયે અને આજે તે જગત આખા માટે સંસ્કાર-નિયમ ગણાય છે. અહીં માનવમિલનથી, સહિયારે શ્રમ, સંસ્કૃતિ-રક્ષણ વગેરે પ્રશ્નોની આગળ સંયમ વડે સંતાન મર્યાદા વગેરે આવ્યાં. સાદાઈ, શ્રમ અને ચિંતનમાં લેકોએ આનંદ જોયે. તેમણે તેને આખા સમાજ માટે લગાડ્યો અને તેમાંથી વર્ણાશ્રમ-વ્યવસ્થા આવી. સાથે સાથે ઋણ ચુકાવવાની વાત પણ થઈ અને પાંચ ઋણ ચુકાવવાની વાત કરી – (૧) પિતઋણ; મા-બાપ, ગુરુ તેમ જ કુટુંબ સંબંધ અંગે જેમણે. કંઈ પણ આપણા માટે કર્યું તેનું ઋણ ફેડવું; (૨) દેવઋણ – જગતમાં અદશ્ય શક્તિ અને કુદરતી બળો હવા, પ્રકાશ, પાણી, ખોરાક વગેરેમાં મદદરૂપ થાય છે તેનું ઋણ વાળવું; (૩) ઋષિ સંતનું ઋણ ચૂકવવું (૪) માનવ (સમાજ) ઋણ અને (૫) આત્મા ઋણ ચૂકવવું.
આમાં અનાયાસ આયાસને સંસ્કાર વારસે પણ સહેજે મળ્યો. અદ્રશ્યબળોને માનવા પણ પુરૂષાર્થ કરતા રહે; દુકાળ વખતે સંઘરેલું અનાજ આપી દેવું પણ સાચવવું નહીં તે અને સુકાળ વખતે સંધરવું તે ધર્મ મનાયો. આવા બધા સંસ્કારો રોપાયા, ખેડાયા અને ભારતની સંસ્કૃતિનું ખેડાણ ઊંડું થતું ગયું અને તે હજારો વર્ષો પછી પણ ટકી શકી છે એ જ એની વિશેષતા છે.”
પૂ. દંડી સ્વામી : “ભારતીય સંસ્કૃતિના ચરણ સ્થિર થયાં તે વર્ણાશ્રમથી ગણીએ તો આધુનિક ગણના પ્રમાણે આજથી લગભગ ૩૫૦૦ વર્ષ પહેલાં વર્ણાશ્રમ શરૂ થયે હેવો જોઈએ એમ માનવું રહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com