Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
પ.વિશ્વ ઈતિહાસની રૂપરેખા
હર્ષવર્ધન કરી છે કારણ
કે તે
રામને ઇતિહાસ ]. [ મુનિ શ્રી નેમિચંદજી
ભારતના ઈતિહાસમાં હર્ષવર્ધન સુધીની રૂપરેખા જોઈ ગયા છીએ. હવે રોમના ઇતિહાસ અંગે વિચારવાનું છે કારણકે જગતની પ્રજા ઉપર અને ખાસ કરીને પશ્ચિમ ઉપર જેની અસર થઈ છે તે રામન જાતિના ઈતિહાસમાં અને ભારતના ઈતિહાસમાં શું ફરક રહ્યો છે તે તારવી શકાશે.
પ્રારંભમાં તે ગ્રીક અને રોમન સામ્રાજ્ય વચ્ચે બહુ ફર્ક ન હતો. ગ્રીક લેકે જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં તેઓ નગર-રાજ્યની કલ્પના પિતાની સાથે લેતા ગયા હતા. પણ થોડા વખત પછી તેમણે ત્યાંની આદિ જાતિઓને હટાવી પિતાને વિસ્તાર વધારો શરૂ કર્યો. આમ રેમે ઇટાલીના મોટા ભાગને પોતાનામાં સમાવી લીધે. આટલા મોટા પ્રદેશને વહીવટ એક જ નગર રાજ્યમાંથી ન થઈ શકે છતાં એ આખા મુને વહીવટ રોમમાંથી થતો હતો.
રોમમાં વિશેષ રાજ્ય-પદ્ધતિ હતી. ત્યાં કોઈ રાજા ન હો કે ન આજની પ્રજાતંત્ર પદ્ધતિ હતી. એક મર્યાદિત પ્રકારનું પ્રજાતત્ર ત્યાં ચાલતું હતું. થોડા ધનવાન જમીનદારોનું ત્યાં પ્રભુત્વ હતું. રાજ્યવહીટ એક સેનેટ ચલાવતી હતી. સેનેટના સભ્યોની નિમણુંક બે “કસલો કરતા. તેઓ રાજ્યના વડા હોદ્દેદાર ગણાતા અને તે બન્ને ચૂંટણીથી નિમાતા.
ઘણી વખત સુધી આ પદ્ધતિ ચાલી કે જેમાં માત્ર અમીરવર્ગના લોકો જ સેનેટના સભ્યો થઈ શકતા હતા. રોમની પ્રજા બે વર્ષમાં વહેચાયેલી હતી. (૧) અમીર વર્ગ કે ફૂલીન વર્ગ જે પેટ્રીશિયન ગણાતા (૨) સામાન્ય પ્રજાને વર્ગ જે સેલિયન ગણુ. બધી સત્તા પેટ્રીશિયનના હાથમાં હતી. એલિયન પાસે સત્તા ન હતા; તેમ જ
પૈસા પણ ન હતા. તેઓ તે છતાં સત્તા માટે લડતા રહ્યા અને ધીમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com