Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૦
ધર્મનું સંચાલન પિતાની રીતે કર્યું. પરિણામે કાંતે રાજ્યનું પતન થયું અથવા લડાઈ ચાલતી રહી. જેથી કરીને પ્રજામાં પણ ધર્મ અને સંસ્કૃતિનાં તત્ત્વ છેવાયાં.
અત્યારસુધી પ્રાગ ઐતિહાસિક કાળ સંબંધી વિચારણા કરી છે. તેનું કારણ એટલું જ છે કે તેમણે કેવી રીતે વિકાસ સાધ્યો હતો ? સંસ્કૃતિનું રક્ષણ કેવી રીતે કર્યું હતું ? તે ઉપરથી સાર કાઢીને આ પણ નવું પરિવર્તન કરી નવો ઈતિહાસ સર્જવાને છે.
ચર્ચા-વિચારણા ઇતિહાસ અને સંસ્કૃતિના મુદ્દા ઉપર ચર્ચા ચાલતાં સાર એ નીકળ્યો કે “માનવાનો સહિયારો યોગ્ય પુરુષાર્થ થાય તેજ સંસ્કૃતિ છે !” તે સંસ્કૃતિ ચીન, મિશ્ર, ભારતમાં પ્રારંભમાં ખિલી. તેમાં ભારતનું આગવું અને વિશિષ્ટ સ્થાન ગણાય છે?
પૂ. ગોપાલસ્વામી : “મારા ખ્યાલ પ્રમાણે તિલકજી કહે છે કે આ ધ્રુવમાંથી આવ્યા. કાકાસાહેબ કાલેલકર કહે છે કે હિમાલયથી આવ્યા છે. કોઈ વળી કહે છે કે સાઇબેરીયાથી આવ્યા છે. ઘણા મધ્ય એશિયામાંથી આગ્યા માને છે. હજુ પણ ત્યાં સમુદ્ર પાસે પૂજા થાય છે.
આ હિંદમાં આવ્યા ત્યારે સિંધુના કાંઠડે કાંઠડે આવ્યા હશે એમ માનવું પડે છે. તે ખૂબ જ વિશાળ હેવી જોઈએ કારણકે અગાઉના વર્ણન પ્રમાણે નાઈલ નદી તેને ભાગ ગણાય છે. એબિસીનીયા વગેરે અનેક સ્થળે તેના ભાગે ગણાય છે. ઉત્તરમાં શ્રીનગર, શ્રીમાલ, શ્રીકંઠ, શ્રીસ્થળ (સિદ્ધપુર) અને શ્રીસ્તંભ એટલે સરસ્વતીને પણ વિધુના ભાગ ગણાવામાં આવ્યા છે. આ સિધુ કાંઠે વસેલા આર્યોને હિંદુ પાછળથી કહેવામાં આવ્યા હેય કે હિંદુ શબ્દની ઉત્પત્તિ સિંધુ ઉપરથી થઈ હોય તે બનવા જોગ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com