Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
શક્યો નહીં. વ્યક્તિને સમૂહ મળીને નિયમબદ્ધ ચાલે તેને સમાજ કહેવાય છે પણ વ્યક્તિને સરવાળો સમાજ ન કહી શકાય. તાઓ ધર્મ સમાજહિત કે રાજ્યકર્તવ્યની પ્રેરણા આપી શકો નહતો તેથી કોન્ફફ્યુશિયસનું નામ સમાજ ઘડનારમાં પહેલું આવે છે.
ચીનના પ્રાચીન ઇતિહાસ તરફ ઉડતી નજર નાખતાં એવું જાણવા મળે છે કે શાંગવંશને ગાદીએથી ઉતારી મૂકવામાં આવ્યો તે વખતે કી-સે નામના એક વડા અધિકારીએ ચાલુ વંશના રાજ્યની નોકરી કરવાને બદલે પિતાનું નવું રાજ્ય “ચેસન ” પૂર્વ તરફ જઈને વસાવ્યું તેને અર્થ છે “પ્રભાતની શાંતિનો દેશ!” આજે એ પ્રાંત કોરિયા ગણાય છે. ત્યાં જઈને તેમણે ઘર બાંધવાનો, રેશમ બનાવવાનું અને ખેતીની કળાનો સારો વિકાસ કર્યો, જેથી આ નવા દેશમાં ચીનથી ઘણા લોકો જઈને વસી ગયા. ત્યાં તે રાજ્ય ૯૦૦ વર્ષ સુધી ચાલ્યું.
કી-સે એ ધાર્યું હશે કે મારે વસાવેલ દેશ જ સૌથી પૂર્વમાં છે પણ એમ ન હતું. તેથીયે પૂર્વમાં “જાપાન” દેશ હતો. તે વખતે જાપાનમાં શું થઈ રહ્યું હતું તેની ખાસ માહિતી મળતી નથી. જાપાનને ઇતિહાસ ચીન જેટલું પ્રાચીન નથી. જાપાનના લોકોમાં એ વાત પ્રચલિત છે કે અગાઉ ત્યાં સમ્રાટ “જિમ્મુટેજ” હતો અને તે ઈશુ અગાઉ ૬૦૦-૭૦૦ વર્ષ ઉપર રાજ્ય કરતે હતો. જાપાની લકે સૂર્યને દેવ નહીં, દેવી માને છે અને જાપાનને દરેક સમ્રાટ આને વંશજ ગણાય છે, તે સૂર્યવંશી હોય છે.
જાપાનમાં અગાઉ પરાપૂર્વથી શિટે ધર્મ ચાલ્યો આવે છે. બૌદ્ધ ધર્મ ત્યાં પાછળથી ગયે. શિધર્મમાં રાજાને મુખ્ય ધર્મ રક્ષક કે ધર્મપ્રેરક માનવામાં આવે છે. એટલે સામાન્ય પ્રજાનું રાજસત્તા આગળ ખાસ કંઈ ચાલતું નથી. જો કે બૌદ્ધ ધર્મ ત્યાં ગયા તે છતાં ચીન–જા પાન, ચીન-કેરિયા વગેરેની લડાઈ એ ચાલતી જ રહી છે. તેનું કારણ એ છે કે ત્યાં ધર્મની પ્રેરણા રાજ્ય ઉપર ન હતી પણ રાજ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com