Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
કે નવમલ્લી અને નવલિચ્છતી એમ અઢાર દેશોનું ગણતંત્ર રાજ્ય હતું. તેમાં એક ચુંટાયેલ મહાનાયક રહેતા. આ ગણતંત્ર રાજ્યના નાયક પર ભગવાન મહાવીરનો અપૂર્વ પ્રભાવ હતો. તેવી જ રીતે વજજી લેકેનું પણ ગણતંત્ર રાજ્ય હતું, જેમને બુદ્ધ ભગવાનની પ્રેરણા હતી. એટલે જ ત્યારબાદ નાલંદા અને તક્ષશિલાની વિધાપીઠો આરંભાઇ જેમાં દૂર દેશાવરના વિધાર્થીઓ ભણવા આવતા.
આ રીતે ભારતના આર્યો પિતાની રાજ્ય વ્યવસ્થા લેકવ્યવસ્થા અને ધર્મવ્યવસ્થા લાંબા કાળ સુધી ટકાવી શક્યા, કારણ કે એ બધાંની પાછળ ધર્મની પ્રેરણા રહ્યા કરતી હતી. [૨] પ્રાચીન ચીનને સંક્ષિપ્ત પરિચય:
આપણે પૃથ્વીના ઇતિહાસની રૂપરેખાના સંદર્ભમાં ઐતિહાસિક કાળપૂર્વેની રૂપરેખા જઈએ છીએ. એમાં પ્રાચીન કાળના ગ્રીક લોકો, આર્યલોકો અંગે વિચારી ગયા છીએ. હવે એના અન્વયે આપણી નજર ચીન ઉપર પડ્યા વગર રહી શકતી નથી.
લગભગ પાંચેક હજાર વર્ષ ઉપર ચીન દેશ ઉપર પશ્ચિમ તરફથી હુમલો થયો હતો. આ ચઢાઈ કરનારી જાતિઓ મધ્ય એશિયામાંથી આવી હતી. તેમણે ત્યાંની સંસ્કૃતિમાં સારો એ વિકાસ કરાવ્યો હતો. સૌથી પહેલાં તેઓ હેગડે જે પીળી નદીના નામે ઓળખાય છે તેના કાંઠે આવીને વસ્યા હતા. તેઓ ખેતી જાણતા હતા. રોનાં ઘણે રાખતા હતાં. તેમણે પિતાનું મોટું રાજ્ય પણ સ્થાપ્યું હતું. તેમને આવાગમનને પ્રવાહ સદીઓ સુધી ચાલતે રહો; અને તેઓ ફેલાતા ગયા. તેઓ કળા-કૌશલ અને કારીગરી વધારતા રહ્યા.
તેમના રાજ્યનું સંચાલન કરનાર નાયક ખેડૂતેમાંથી ચૂંટાતા. તે નાયકે “ચાઓકહેવાતા. ચાઓ જાતિના નાયકો આગળ ઉપર પિતાને સમ્રાટ કહેવડાવવા લાગ્યા હતા આમ લાંબા સમય સુધી
ચીની લોકો ખેડૂત જ રહ્યા. જો કે મધ્યસ્થ સરકાર જેવું ન હતું છતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com