Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૨૪
સાથે ન બન્યું. તેઓ ઊંડા ઊતરીને દરેક વાત વિચારતા હતા જે ત્યાંની સરકારને ગમતું ન હતું. અંતે તેમણે સુકરાતને ગિરફતાર કર્યો અને એવા વિચારોનો પ્રચાર બંધ કરવાનું કહ્યું, કાં મૃત્યુ–દંડ ભોગવવા તૈયાર થવા માટે કહ્યું.
સુકરાતે નીડરતાથી કહ્યું : “ ઈશ્વરની આજ્ઞાનું જ પાલન કરીશ અને દેહમાં પ્રાણ છે ત્યાં સુધી કેને સત્ય કહેતાં જ શીખવીશ !”
તેની આગળ ઝેરને હાલ ધરવામાં આવ્યુંજેને તે ગટગટાવીને પી ગયો. આમ સ્વાર્થ અને ભોગ વિલાસમાં રચ્યાપચ્યા રહેતા લોકોએ સેક્રેટીસ જેવા મહાન તત્વચિંતકને અંત આણ્યો કારણ કે તેણે કહેલું કે “જ્ઞાન અને સત્યની પરવા કર્યા વગર ધનદોલત અને માનમરતબે મેળવવામાં જ રચ્યા-પચ્યા રહેવું એ એક પાપ છે.”
તેને શિષ્ય પરતુ (પ્લે) થી. તેને પણ શાસનકર્તા લોકોએ હેરાન કરવામાં બાકી ન રાખ્યો. તેના શિષ્ય અરડુ (એરિસ્ટોટલ)ને પણ એ લેકોએ હેરાન કર્યો. રાજ્યશાસન અને વિલાસની મદાંધતામાં ત્યાંના શાસકોએ ધાર્મિક વિચારે તરફ બેદરકારી દાખવી, પરિણામે ગ્રીસની ઉન્નતિ ધીમે ધીમે મંદ પડતી ગઈ અને પરસ્પરના ઝઘડાઓમાં ગ્રીસનું પતન થયું.
જ્યારે ગ્રીસનાં નગરરાજ્ય પરસ્પર લડાઈ કરીને નબળાં થતાં ગયાં તે વખતે ગ્રીસની ઉત્તરે આવેલા મેસેડોન”માં ફિલિપ રાજા રાજ્ય કરતે હતો. તે સમર્થ રાજ્યકર્તા હતા અને તેણે પોતાના રાજ્યને બળવાન તેમજ શિસ્તબદ્ધ સૈન્યવાળું બનાવ્યું. મેસેડેનના લોકો ઘણી રીતે ગ્રીક લકે જેવા હતા. આ ફિલિપને પુત્ર હતે સિકંદર. સિકંદરે જે મહાન વિજ્ય મેળવ્યો તેની તાલિમ તેને અહીંથી મળી હતી. સિકંદર રાજા થયો ત્યારે તેની ઉમ્મર કેવળ વશ વર્ષની હતી. નવા-નવા દેશે જિતવાની તેની ખૂબ મહત્વાકાંક્ષા હતી. એટલે તે મોટી સેનાને લઈને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com