Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
૩ઃ ઈતિહાસને પ્રારંભકાળ] [મુનીશ્રી નેમિચંદ્રજી
સળંગબદ્ધ ઈતિહાસ જેમને મળે છે તે દેશોમાં ગ્રીસ, ઈરાન અને ભારત મુખ્યપણે આવે છે. આની અગાઉને ઈતિહાસ ગ્રંથમાં, કાવ્યમાં કે શાસ્ત્રોમાં વાર્તારૂપે કે દષ્ટાંતરૂપે છૂટો છવાયો મળે છે. ઈ. સ. પૂર્વે ૫૦૦ વર્ષ પહેલાંથી ઈતિહાસ કડીબદ્ધ મળે છે. એમાં વિશેષતા એ છે કે ગ્રોસ, ઈરાન અને ભારત ત્રણેય પ્રદેશોમાં આર્યો ગયા અને તેમને જ એ ઈતિહાસ છે, એમ કહેવું બરાબર થશે. આર્યોમાં વિશ્વવિજય કરવાની એક સ્વાભાવિક વૃત્તિ હતીપરિણામે તે વૃત્તિની આસપાસ જ ઇતિહાસ રચાતો ચાલ્યો હોય તે સ્વાભાવિક છે. આ ઈરાનમાં તે સમયમાં સમ્રાટ દરાયસ રાજા હતે. ઈરાનનું રાજ્ય સંગઠન વ્યવસ્થાની દષ્ટિએ ખૂબ સમૃદ્ધ હતું. મિસર તથા એશિયામાઈનોરનાં કેટલાંક નગરને પણ એમાં સમાવેશ થતો હતે. મતલબ કે એશિયા માઈનોરથી સિંધુ નદીના કાંઠા સુધી એનો વિસ્તાર હતો. સરસ રસ્તાઓ હતા, જેથી શાહી ટપાલની આવજા થતી હતી. માનવમાં સ્વતઃ બે વૃત્તિઓ રહેલી છે. જિજીવિષા–જીવવાની ઈચ્છા અને વિજિગીષા-જિતવાની ઈચ્છા. તેને જે ધર્મ પ્રેરક દ્વારા સારો વળાંક ન મળે તે એ બીજા દેશોને તાબે કરવામાં પરિણમે.
ઈરાનના સમ્રાટને પણ ગ્રીસને જીતવાની ઈચ્છા થઈ. જમીન માર્ગેથી તેની સેનાએ કુચ કરી, પણ રસ્તામાં ખોરાકની તંગી અને રોગચાળાને લીધે ગ્રીસને હરાવવામાં તે નિષ્ફળ નીવડશે. આ પછી તેણે બીજો હુમલો ઇ. સ. પૂ. ૪૮૦માં સમુદ્ર ભાગે કરવાનો વિચાર કર્યો. એથેન્સની પાસે “મેરેથોન” નામના સ્થળે એનું સૈન્ય ત્યાં ઊતર્યું. એથેન્સના લોકો એકવાર તે ગભરાઈ ગયા પણ તેઓ પોતાની સ્વતંત્રતા ખાતર બહાદૂરીથી લડ્યા અને ઈરાનીને હરાવવામાં સફળ થયા. એ વિજયનું બીજું કારણ એ હતું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com