Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૨૭
ગાંધાર તથા અફઘાનિસ્તાન માટે પ્રદેશ તેને ચંદ્રગુપ્તને સેંપી દે પડ્યા. એટલું જ નહીં, તેની પુત્રી સાથે ચંદ્રગુપ્તનાં લગ્ન કરાવી ચાણકયે (ચંદ્રગુપ્તના મંત્રી) મૌર્ય સામ્રાજ્યને વિસ્તાર કાબુલથી બંગાળ સુધી વધવા દીધો. કેવળ દક્ષિણ ભારત તેના તાબા નીચે ન હતું.
મગધ-સામ્રાજ્યની રાજધાની પાટલિપુત્ર હતી. તે ગંગા અને સાગુ નદીના સંગમે ૯ માઈલના વિસ્તારમાં વસી હતી. તેને ફરતે કોટ હતા અને ૬૪ મુખ્ય દ્વાર હતાં. બીજાં નાનાં દ્વારા તો ઘણું હતાં. મકાને લાકડાનાં હતાં આગ ઓલવવા માટે ઠેરઠેર પાણી ભરેલાં વાસણો રાખવામાં આવતાં હતાં. મહોલ્લામાં કચરો કે ગંદુ પાણી નાખે તેને મન થતી.
નગરની સફાઈ અને વ્યસયા માટે નગરવાસીઓની નગર-સભા (આજની સુધરાઈ જેવી) હતી. તેને ૩૦ ચૂંટાએલા સભ્યો હતા અને ૫-૫ સભ્યોની બનેલી જુદા જુદા વિભાગની વ્યવસ્થા માટે ૬ સમિતિઓ હતી. આ સમિતિઓ શહેરના હુન્નર ઉદ્યોગો ઉપર દેખરેખ રાખતી મુલકરે અને યાત્રાળુઓની વ્યવસ્થા કરતી, કરવેરે ઉધરાવતી, જન્મમરણની નોંધ રાખતી, માલનાં ઉત્પાદન અને વેચાણ તથા બીજી બાબત ઉપર ધ્યાન આપતી, શહેરની સફાઈ જળ વ્યવસ્થા, બાગબગીચા સાર્વજનિક ઈમારતે વ. બાબત અંગે આ નગરસભા ધ્યાન આપતી. ન્યાય માટે ન્યાયપંચે અને પંચાયત હતાં તેમ જ દુકાળ નિવારણ માટે ખાસ વ્યવસ્થા હતી. રાજ્યના ભડારોને અર્ધા ભાગ દુકાળ માટે અનામત રાખવામાં આવતો.
તે વખતે ચોરી ન થતી. લે કે તાળાં ખુલ્લાં રાખીને સૂતા. હજારે નાનાં નાનાં ગામડાં અને કસબાઓ ચેતનથી અને અમનચેનથી ગૂંજતાં હતાં. સામ્રાજ્યના એક ભાગમાંથી બીજા ભાગમાં જવા માટે મોટા મેટા માર્ગો હતા. મુખ્ય માર્ગ પાટલિપુત્રથી સામ્રાજ્યને વાયવ્ય સરહદ સુધી જતો હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com