Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
તેને એક મહાન સમ્રાટ બનાવી મળ્યો. તેણે પિતાના શિલાલેખમાં સાફ જાહેર કરાવ્યું: “ધર્મ વડે, પ્રેમ વડે લોકો ઉપર વિજય મેળવો એ જ ખરે વિજય છે ! ”
અશોકે તે વખતે પિતાનું સામ્રાજ્ય કલિંગથી કાશ્મીર સુધી અને દક્ષિણના એક નાના ભાગ સિવાય આખા હિંદ સુધી વધાયું હતું. તે દક્ષિણને જીતી શકતું હતું પણ તેણે એ યુદ્ધ બંધ કર્યું પણ. તેના બદલે ધર્મ–પ્રચાર વડે તેણે કેવળ હિદ જ નહીં, લંકા અને ચીન સુધી પણ પિતાની સુંદર છાપ પાડી.
અશોકને યુદ્ધ તરફથી ધર્મ તરફ વાળવામાં કહેવાય છે કે બૌદ્ધ ભિક્ષુઓનો મોટો હાથ હતો. તે છતાં તેનામાં ધર્મસંસ્કારો ઊડે ઊંડે તે હતા જ. તેના પિતામહ ચંદ્રગુપ્ત તેમ જ ત્યારબાદ તેનો પણ ધર્મ–સંસ્થા સાથે સળંગ સંબંધ અને સંપર્ક તો હતો જ. તેથી ધર્મ-સંસ્કારને ખિલવવામાં તેને પણ હાથ હતો.
અશોકને ધર્મ પ્રતાપે સુંદર પ્રેરણું મળી; જેથી તેના મનને શાંતિ વળી. કલિંગ-વિજય બાદ તેણે ધર્મપ્રચાર અને ધર્મ—રક્ષા માટે ઉત્સાહથી કાર્ય શરૂ કર્યું. તે બૌદ્ધધર્મો હોવા છતાં તેણે કદિયે અન્ય ધર્મો ઉપર બળજબરી ન કરી પણ બધા ધર્મો પ્રત્યે આદર દાખવે. આ રીતે પિતાના સમભાવી વર્તનથી તેણે લોક–હિતના એવાં કાર્યો કર્યા કે લોકે તેને “દેવોનાં પ્રિય ” એ વિશેષણથી બેલાવવા લાગ્યા. તેણે લંકામાં પિતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને ધર્મપ્રચાર માટે મોકલ્યા. તેમની સાથે બેધિવૃક્ષની એક ડાળ પણ મોકલી. તેણે કેટલાક ભિક્ષુઓને ચીન પણ મોકલ્યા. આમ ધર્મપ્રચાર કર્યો.
અશોક કેવળ બહારના ક્રિયાકાંડમાં માનતો ન હતો; પણ તેના માટે ધર્મ એટલે સારાં કામ કરવાં અને સદાચારનું પાલન કરવું, એ સિદ્ધાંત હતો. તેથી તેણે ઠેર ઠેર જાહેરબાગે, ધર્મશાળાઓ, કુવાઓ તેમજ દવાખાનાઓ પણ ખોલાવ્યાં.. સ્ત્રીકેળવણુ અંગે પણ તેણે વ્યવસ્થા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com