Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૭
નાયકોએ ગણતંત્ર રીતિ પ્રમાણે ગામના બાહોશ માણસને જ ઉત્તરાધિકારી બનાવવાનું ચાલુ રાખ્યું. પણ, આગળ ઉપર પછી એ વારસાગત બની ગયું.
“ચા” બાદ ચાર વર્ષ સુધી “હસિયા” વિશે રાજ્ય કર્યાને ઉલ્લેખ મળે છે. તેમને છેલ્લો રાજા ઘણે કુર હતું. પરિણામે પ્રજાએ બળવો કરી તેને પદભ્રષ્ટ કર્યો. હવે “શાંગ” વંશ ગાદી ઉપર આવ્યો. તેમનું રાજ્ય ૬૫૦ વર્ષ સુધી ચાલુ રહ્યું. ધીમે ધીમે નાયક, કુલપતિની પ્રથા બંધ થતી ગઈ અને મધ્યસ્થ સરકારની પ્રથા ચાલુ થઈ તેથી રાજ્ય સંગઠિત થવા લાગ્યું. ચિત્રમય ચીની લિપિની શોધ પણ તે કાળે થઈ. ૬૪૦ વર્ષ સુધી શાંગ વંશનું રાજ્ય રહ્યું અને તે ક્રાંતિ થતાં તેને અંત આવ્યું. ત્યારબાદ “ચાઉ” વંશ આવ્યો.
ચાઉ વશ સહુથી વધારે સત્તા ઉપર ટકી શકો. એનું કારણ એ હતું કે તે કાળમાં ચીને જગતના બે મહાન તત્વચિંતકો આયા; કોફ્યુશિયસ અને લાએછે. તેમણે રાજ્ય અને પ્રજા બને ને દરવણી આપી. તેમને ધર્મસંસ્થાપકો ન કહી શકાય પણ “માણસનાં કર્તવ્યો” અંગે તેમણે નૈતિક અને સામાજિક ધોરણે ઘડી કાઢયાં. તેના લીધે રાજ્યવ્યવસ્થા અને લોકવ્યવસ્થા સારી રહી. તેના કારણે જગતની પ્રજામાં સહુથી પ્રથમ વધારે શિષ્ટ, વિનયી અને સંસ્કારી પ્રજા ચીનની બની. ચા–વંશ દરમ્યાન જ ચીનનું રાજ્ય સુસંગઠિત બન્યું. કહેવાય છે કે પાછળથી લોકોએ કન્ફયુશિયસની પ્રેરણાની અવગણના કરી તેથી રાજ્ય વ્યવસ્થામાં ગરબડ રહી હતી.
કેયુશિયસ પહેલાં ચીનમાં “તાએ ધમ હતું છતાં ત્યાં રાજ્યવ્યવસ્થા કે લોકવ્યવસ્થા કેમ ન રહી એ પણ પ્રશ્ન છે? તાઓ” ધર્મ તે હતો પણ તેની પ્રેરણા વ્યક્તિગત સાધના કે ઉપાસનાની જ રહી. એટલે સમાજ કે રાજ્યની અવસ્થામાં તે કંઈ કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com