________________
ॐ हीं अहँ नमः । ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ।
હું નમઃ |
પૂ. ઉપાધ્યાય શ્રી માનવિજયજી કૃત સ્વોપજ્ઞ ટીકા સમન્વિત તથા લઘુહરિભદ્ર મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા કૃત ટિપ્પણી યુક્ત
ધર્મસંગ્રહ ભાગ-૩
શબ્દશઃ વિવેચન 14% પ્રથમ ખંડ
( દ્વિતીય અધિકાર છે
અવતરણિકા :
इत्युक्तान्यणुव्रतानि, साम्प्रतमेतेषामेवाणुव्रतानां परिपालनाय भावनाभूतानि गुणव्रतान्यभिधीयन्ते तानि पुनस्त्रीणि भवन्ति, तद्यथा-दिग्विरमणव्रतम् १, उपभोगपरिभोगपरिमाणव्रतम् २, अनर्थदण्डविरमणव्रतं ३ चेति, तत्राद्यगुणव्रतस्वरूपाभिधित्सयाऽऽह - અવતરણિકાર્ચ -
આ પ્રમાણે અણુવ્રતો કહેવાયાં-પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે પાંચ અણુવ્રતો કહેવાયાં. હવે પાંચ અણુવ્રતોના પરિપાલન માટે ભાવનાભૂત ગુણવ્રતો કહેવાય છે. તે વળી ત્રણ છે. તે આ પ્રમાણે – ૧. દિવિરમણ વ્રત ૨. ઉપભોગ પરિભોગ પરિમાણ વ્રત ૩. અનર્થદંડવિરમણ વ્રત. ત્યાંeત્રણ ગુણવતમાં, આઘ ગુણવ્રતના સ્વરૂપને કહેવાની ઈચ્છાથી કહે છે – ભાવાર્થ
પૂર્વમાં અણુવ્રતો બતાવ્યાં અને તે અણુવ્રતોનું પાલન કરવા માટે આત્માને તત્ત્વથી ભાવિત કરવો આવશ્યક છે. ગુણવ્રતો તત્ત્વના ભાવનરૂપ છે; કેમ કે અણુવ્રતો ગ્રહણ કરીને શ્રાવકને મહાવ્રતોની શક્તિનો