Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
શ્રી નવ તત્ત્વ
૧૩. બુદ્ધબોહી સિદ્ધા– ગુરુનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી મોક્ષે જાય તે
૧૪. એક સિદ્ધ -- એક સમયમાં એક જીવ મોક્ષે જાય તે.
૧૫. અનેક સિદ્ધા – એક સમયમાં ઘણા જીવ મોક્ષે જાય છે, ઋષભદેવ સ્વામી પ્રમુખ.
એ પંદર ભેદ સિદ્ધના જાણવા. યદ્યપિ તીર્થસિદ્ધ અને અતીર્થસિદ્ધ એ બે ભેદમાં બીજા તેર ભેદ આવી જાય છે, છતાં વિશેષ સમજાવવા માટે પંદર ભેદ કહ્યા છે.
ચાર કારણે જીવ મોક્ષે જાય તે કહે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના સંયોજનથી જીવ મોક્ષે જાય.
મોક્ષના નવ દ્વાર કહે છે. સત્ત, દબ, ખેર, ફાસ, કાલ, ભાગ, ભાવ ચેવ !
અંતર, અપ્પ, બહુત્ત, એ નવ મોમ્બ દારાણી ! ૧ સત્પદપ્રરૂપણાકાર, ૨ દ્રવ્યવાર, ૩ ક્ષેત્રધાર, ૪ સ્પર્શના દ્વાર, પ કાળદ્વાર, ૬ અંતરદ્વાર, ૭ભાગદ્વાર, ૮ ભાવઠાર, ૯ અલ્પબdદ્વાર.
(૧) સત્પદપ્રરૂપણાકાર – મોક્ષ ગતિ પૂર્વ કાળે હતી, હમણાં પણ છે, આવતા કાળ હશે, તની અસ્તિ છે, પણ આકાશના ફૂલની પેરે નાસ્તિ નથી. (૨) દ્રવ્યદ્વાર – સિદ્ધ અનંતા છે, અભવ્ય જીવથી અનંતગુણા અધિક છે. વનસ્પતિ વજીને ૨૩ દંડકથી સિદ્ધના જીવ અનંતગણ અધિક છે. (૩) ક્ષેત્રદ્વાર – તે સિદ્ધશિલા પ્રમાણે છે, સિદ્ધશિલા ૪૫ લાખ જોજનની લાંબી પહોળી છે અને ત્રિગુણી ઝાઝેરી પરિધિ છે. ત્યાંથી એક જોજન ઊંચપણે છેલ્લા ગાઉના છઠ્ઠા ભાગને વિષ (૩૩૩ ધનુષ્યને ઉર આગળ પ્રમાણ ક્ષેત્રમાં) સિદ્ધ રહ્યા છે. (૪) સ્પર્શનાદ્વાર – સિદ્ધક્ષેત્રથી કાંઈક અધિકી સિદ્ધની સ્પર્શના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org