Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
શ્રી નવ તત્ત્વ જીવની રાશિથી અનંત ગુણો રસ વિભાગના પરિચ્છેદ હોય, તે રસ તીવ્ર, તીવ્રત, તીવ્રતમ તથા મંદ, મંદતર, મંદતમાદિ અનેક પ્રકારે હોય. ત્યાં અશુભ ધ્યાશી પાપ પ્રકૃતિનો તીવ્ર રસ સંકલશ પરિણામે કરી બંધાય અને શુભ બંતાલીસ પુણ્ય પ્રકૃતિનો તીવરસ વિશુદ્ધિ કરી બંધાય તથા મંદ રસાનુબંધ તેથી વિપર્યવ હોય તે આવી રીતે – શુભ પ્રકૃતિનો સંદરસ સંકલેશ પરિણામે કરી બંધાય અને અશુભ પ્રકૃતિનો પંદરસ વિશુદ્ધિએ કરી બંધાય.
૪. પ્રદેશબંધ સંક્ષેપથી કહે છે. – તે લોકને વિષે ૧. ઔદારિક, ૨. વૈક્રિય, ૩. આહારક, ૪. તેજસ, પ. ભાષા, ૬. શ્વાસોશ્વાસ, ૭ મન અને ૮ કાર્મણ. એ આઠ જાતની પુદ્ગલની વર્ગણા છે. તે એકેકી વર્ગણા જીવને ગ્રહણ યોગ્ય તથા અગ્રહણ યોગ્ય એવા બે પ્રકારે છે. પ્રથમ બે પ્રદેશથી માંડીને અભવ્યથી અનંત ગુણ અધિક ઔદારિક વર્ગણા તે થોડો પ્રદેશ અને ધૂળ માટે જીવને અગ્રહણ યોગ્ય વર્ગણા જાણવી. બીજી ઔદારિક ગ્રહણ કરવા યોગ્ય તે પણ અનંતી વર્ગણા જાણવી. ત્યારપછી ઘણા પ્રદેશ અને સૂક્ષ્મ પરિણામ માટે ઔદારિકને અગ્રહણ યોગ્ય તથા વૈક્રિયની પણ અગ્રહણ યોગ્ય એમ બેઉને અગ્રહણ યોગ્ય તે પણ અભવ્યથી અનંત ગુણાધિક વર્ગણા જાણવી. ત્યાર પછી વૈક્રિયને ગ્રહણ યોગ્ય વગણા જાણવી. એમ સર્વ આઠ જાતિની વર્ગણા તે વિષે ગ્રહણ યોગ્ય અને અગ્રહણ યોગ્ય વર્ગણા જાણવી.
ઇતિ બંધતત્ત્વ. ૯, મોક્ષતત્ત્વ FE સકળ આત્માના પ્રદેશથી, સકળ કર્મનું છૂટવું, સકળ બંધનથી મૂકાવું, સકળ કાર્યની સિદ્ધિ થાય તેને મોક્ષતત્ત્વ કહીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org