________________
આ સિવાય શ્રી શત્રુંજ્ય તીર્થોનો સમગ્રપણે ખ્યાલ આપતી કોઈ પુસ્તિકા કે લેખ મારી જાણમાં નથી. એટલે આ લેખોમાં શ્રી શત્રુંજ્ય તીર્થ ઉપરનો લેખ સહેજ વિસ્તારથી લખ્યો છે.
આશા રાખું છું કે યાત્રાળુઓને અને ખાસ કરીને જૈન યાત્રાળુઓને શ્રી શત્રુંજ્ય તીર્થનો, તેના ટૂંકા ઈતિહાસનો, તેના ઉપર આવેલાં મંદિરો, પ્રતિમાઓ, દેરીઓ અને અન્ય સ્થળોનો આ પુસ્તકમાં લખેલ લેખ દ્વારા ઠીક ઠીક ખ્યાલ આવશે અને તેમને યાત્રા કરવામાં થોડું માર્ગદર્શન
મળશે.
આ સાથે ગિરનાર પર્વત, જેને જૈનો શ્રી શત્રુંજ્યની પાંચમી ટૂંક માને છે તેના ઉપર, તેમજ ગુજરાત રાજ્યમાં આવેલ શ્રી શંખેશ્વર, શ્રી તારંગા શ્રી મહુડી અને બિહાર પ્રાંતમાં આવેલાં શ્રી સમેતશિખર, શ્રી પાવાપુરી, પાટણ, રાજગૃહી, શ્રી વૈશાલી, પટણા, ચંપાપુરી, કાકની, ગુણાયાજી અને કુંડલપુર, ઉપર રાજસ્થાન રાજ્યમાં આવેલ શ્રી કેસરિયાજી, આબુ, રાણકપુર અને જેસલમેર અને કર્ણાટકમાં આવેલ બાહુબલીજી યાને ગોમટેશ્વર ઉપર લેખો લખ્યા છે. આ સિવાય જૈનોના બીજા ધણાં મહત્ત્વનાં તીર્થધામો છે. આખા ભારત વર્ષમાં જાણીતા જૈન તીર્થધામોની સંખ્યા લગભગ બસોથી સવા બસો સુધીની ગણાવી શકાય, જેમાં પૂજિત મૂર્તિઓ છે. આ સિવાય બીજા સેંકડો સ્થળોએ જૈન મંદિરો છે, તેમાં કોઈ કોઈ સ્થળોએ અપૂજિત મૂર્તિઓ છે, કોઇ કોઇ સ્થળે ગુફાઓમાં અને પર્વતની ખીણોમાં પણ અપૂજિત મૂર્તિઓ છે, આ બધા મંદિરો વિશે પણ લેખો લખવાની ઉમેદ છે.
FO
આશા રાખું છું કે આ પુસ્તકમાં લખેલ લેખો દ્વારા જૈનોને યાત્રા ક૨વામાં થોડું માર્ગદર્શન મળશે. મારી આશા કેટલે અંશે સાચી છે તે તો વાચક વર્ગ જ કહી શકે.
૧૧-૧૧-૯૨
મણિભાઈ ગિ. શાહ