________________
પ્રસ્તાવના
પ્રાચીન કાળમાં અને હજુ આજે પણ અક્ષરો અણીદાર સાધન વડે કોતરવામાં આવતા હતા અને પાછળથી કાજળ યા કોલસાથી તેમને કાળા કરવામાં આવતા હતા. બધી જ તાડપત્ર-હસ્તપ્રતોમાં સામાન્ય રીતે વચ્ચે અને કોઈ વાર જવલ્લે જ, કાશગરમાંથી મળી આવેલા નમૂનામાં છે તેમ, ડાબી બાજુએ એક કાણું પાડવામાં આવતું હતું. અથવા ડાબી અને જમણી એ બન્ને બાજુએ એક એમ બે કાણાં પાડવામાં આવતાં. આ કાણાંમાંથી દોરી (સૂત્ર અથવા શરયંત્રક) પસાર કરવામાં આવતી જેને પરિણામે પાનાં એકત્રિત રહેતાં.
(૫) ચર્મ : સુબંધુની વાસવદત્તામાં પ્રાપ્ત થતા એક ઉલ્લેખ પરથી એવું અનુમાન થાય છે કે ચામડાનો ઉપયોગ લખવા માટે થતો હતો. પરંતુ ધાર્મિક ક્રિયાઓમાં ચામડાને અપવિત્ર માનેલું હોવાથી હિંદુઓના લેખોને લાગેવળગે છે ત્યાં સુધી તો આ અનુમાન જરા જોખમી જણાય છે. યુરોપના સંગ્રહોમાં કાશગરમાંથી મળેલા અને જેમના પર ભારતીય અક્ષર કોતરેલા છે તેવા ચામડાના ટુકડા અસ્તિત્વ ધરાવે છે એમ કહેવાય છે. ચીની તુર્કસ્તાનમાં સ્ટેઈન (અત્યારે સર ઓરેલ) ને તેમની યુગપ્રવર્તક શોધયાત્રા દરમ્યાન નિયામાંથી ચામડી પર લખાયેલા આશરે બે ડઝન ખરોષ્ઠી દસ્તાવેજો મળી આવ્યા છે, જેમાંના ઘણા ખરા પર સમય નોંધાયેલો છે. દેખીતી રીતે આ સરકારી દસ્તાવેજો જણાય છે. લેખન માટે પ્રયોજાયેલી તે સામગ્રી ભારતીય સંસ્કૃતિથી રંગાયેલી બૌદ્ધ પ્રજામાં પ્રચલિત હોવા વિશે કોઈ શંકા નથી. આ સંબંધે વિલ્સન સ્મિથ (જર્નલ ઓફ રોયલ એશિયાટિક સોસાયટી, ૧૯૦૨, પૃષ્ઠ ૨૩ર પર લખેલી ટૂંકી નોંધમાં) ફ્રેબોનો ઉલ્લેખ કરે છે. બ્રેબોએ (૧૫,૭૨,૭૩; અનુવાદ: મેકક્રીન્ડલ, Ancient India as described by Strabo, પૃ.૭૧) ઓગસ્ટસ સીઝર (અવસાન ઈ.સ.૧૪) ને મોકલવામાં આવેલ ચર્મપત્ર પર લખાયેલ ભારતીય સરકારી દસ્તાવેજની નોંધ સાચવી છે. આમ ધાર્મિક દૃષ્ટિએ અપવિત્ર માનવામાં આવેલ હોવા છતાં ચામડાનો યા ચર્મપત્રનો લખાણ માટે ઉપયોગ પ્રાચીન ભારતીય લહિયાઓના કાર્યક્ષેત્રથી તદ્દન બહાર રહ્યો હોય એમ જણાતું નથી.
(૬) ધાતુઓ : ધાતુઓનો કેવળ ઉલ્લેખ જ ભારતીય સાહિત્યમાં છે તેમ નથી, પરંતુ ઘણાયે મહત્ત્વનાં દાન ધાતુપુત્ર પર કોતરેલાં જોવા મળે છે. લખાણ માટે સુવર્ણ અને રજતપત્રોનો પ્રયોગ થયેલો છે અને તક્ષશિલા નજીક ગાંગુમાં તેમજ ભઢિપ્રોલના સ્તૂપોમાં વ્રતપૂર્તિ માટે આપેલાં દાન સંબંધી લખાણોના નમૂના પ્રાપ્ત થયા, છે. આના કરતાં પણ તાંબાના પત્રો (તામ્રપટ, તામ્રપત્ર, તામ્રશાસન અથવા કેવળ તામ્ર)નો ઉપયોગ લાંબા સમય સુધી ટકાવવા હોય તેવા વિંવિધ પ્રકારના દસ્તાવેજોને માટે ખાસ કરીને ભૂમિદાનો માટે વધુ પ્રમાણમાં પ્રચલિત હતો. ફાહિયાન (ઈ.સ.૪૦૦ની