________________
પ્રકરણ - ૫
સંચરિત પાઠમાં પ્રવેશતી અશુદ્ધિઓનાં કારણો
પાઠ્યગ્રંથના યોગ્ય સંસ્કરણ માટેનું પ્રમુખે કર્તવ્ય દસ્તાવેજીય પ્રમાણો (હસ્તપ્રતો) જે આ પ્રમાણે ઊર્તરી આવતા લખાણના પ્રાથમિક સાક્ષીઓ છે, તેમની નોંધ લેવી અને તેમના સમય અને સ્વરૂપને આધારે તેઓમાંની કઈ હસ્તપ્રતો સૌથી વધુ વિશ્વસનીય છે તેનો નિર્ણય કરવો તે છે. ઘણુંખરું આ દ્વારા આપણે લેખકની મૂળપ્રતની ઠીકઠીક નજીક પહોંચીએ છીએ, છતાં એવા કેટલાક પરિચ્છેદો તો બાકી રહે છે જે, જેમાં મૂળ લેખકે લખ્યા હોય તે જ શબ્દો ન સંગ્રહાયા હોય. તેમની સંખ્યા ગ્રંથના સ્વરૂપ અને ઇતિહાસને આધારે ઓછીવત્તી હોઈ શકે. આવા પરિચ્છેદોને સામાન્ય રીતે અશુદ્ધ (corrupt) કહેવામાં આવે છે. અને આપણે આવી અશુદ્ધિઓને પાઠમાં રહેવા દઈએ તે પૂર્વે તેમનું નિવારણ અથવા “સંશોધન થઈ શકે તેમ છે કે કેમ તે આપણે ચકાસવું જોઈએ. જો એમ પ્રમાણિત થાય કે પાઠનો અમુક અંશ તદ્દન નષ્ટ થઈ ગયો છે અને તેનું કોઈ ચિહ્ન અવશિષ્ટ નથી તો તે હાનિ ન સુધારી શકાય તેવી ગણાય, અને એવા સંજોગોમાં પાઠ-સંપાદકે પાઠનો લુખાંશ ચીવટપૂર્વક નોંધવો જોઈએ. પરંતુ ઘણાખરા અશુદ્ધ પરિચ્છેદોમાં એવું બનતું હોય છે કે પાઠ અશુદ્ધ હોય છે પરંતુ સંપૂર્ણપણે નષ્ટ થતો હોતો નથી અને સંશોધન દ્વારા * ઓછીવત્તી સંભાવના અનુસાર તેનું પુનર્નિર્માણ શક્ય હોય છે.
ઉપલબ્ધ પ્રમાણોને આધારે દેખીતી રીતે આવા અશુદ્ધ પરિચ્છેદો સહિત પાઠને સફળતાપૂર્વક મૂળ સ્વરૂપ આપવા માટે પાઠને અશુદ્ધ બનાવનારાં કારણો સમજવાં અને ચકાસવાં જોઈએ.'
આપણે પૂર્વે જોઈ ગયા તે પ્રમાણે સંચારિત પાઠમાં પ્રવેશતી અશુદ્ધિઓ દષ્ટિદોષ પર આધારિત અને માનસશાસ્ત્રીય, આકસ્મિક અથવા વિચારપૂર્વક થયેલી તથા અનૈચ્છિક, અર્ધ-ઐચ્છિક અથવા ઐચ્છિક પ્રકારની હોય છે. આટલા અનુભવ છતાં અનુલેખન કરવામાં થતી અશુદ્ધિઓ અથવા લેવાતી છૂટછાટોનું સંપૂર્ણ વર્ગીકરણ વિવેચકો દ્વારા થઈ શક્યું નથી. જેબ લખે છે કે - ઈરાદાપૂર્વકનાં પરિવર્તન પાછળના આશયો અથવા ગંભીર ભૂલો તરફ દોરી જતી આકસ્મિકતાઓની સૂચી બનાવવી અશક્ય છે; કારણ કે પાઠ