Book Title: Bharatiya Path Samiksha
Author(s): S M Katre, K H Trivedi
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 146
________________ વધારાની સૂચિ ૧૩૭ સર્પદંશની અસર મટાડવાનો મંત્ર કેવી રીતે આપ્યો તે કથા નિરૂપાયેલી છે. (૪) પાન ૪૧ થી ૪૬, ફરી એક વાર સુભાષિતોનો સંગ્રહ અને (૫) પાન ૪૨ થી ૫૧, અહીં બીજો વૈદકશાસ્ત્રીય નિબંધ શરૂ થાય છે. બાકીનાં પાન છુટાં છે. આખી હસ્તપ્રત વાયવ્ય પ્રાન્તીય “ગુપ્ત' લિપિમાં લખાયેલી છે. તેનું સંપાદન હોર્નલેએ કર્યું છે અને ભારતીય yudtal4 HdHel Bisl'(Archaeological Survey of India Series) Hi 3431 LL LLL ત્રણ ટુકડે તે પ્રકાશિત થયેલ છે. હસ્તપ્રત K ૫ (Codex K 5): અવેસ્તા પાઠના પુનરુદ્ધાર માટે શ્રેષ્ઠ (અને સંપૂર્ણ) હસ્તપ્રત તરીકે ઈરાની અભ્યાસક્ષેત્રમાં તે પ્રસિદ્ધ છે. અત્યારે તે કોપેનહેગન ગ્રંથાલયમાં હસ્તપ્રતોના રાસ્કના સંગ્રહમાં તે સંગ્રહાયેલી છે. આ પ્રાચીન પ્રતમાં યાર્ન અને તેનું પહલવી ભાષાંતર છે. આ પાઠની બધી જ હસ્તપ્રતોમાં તે સર્વશ્રેષ્ઠ અને પ્રાચીનતમ છે. તેમાં ૩૨૭ પાનાં છે. પાનાની સંખ્યા દેવનાગરી અંકોમાં લખેલી છે. પાનનું પરિમાણ ૧૦ ૪૮ છે. દરેક પાનામાં ૧૭ પંક્તિઓ છે. ૩૨૬મા પત્રની બીજી બાજુએ (અંતે) પહલવ અને સંસ્કૃત બંને ભાષાઓમાં બેવડી પુષ્પિકા છે. તે અનુસાર હર્બેદ મિત્રો-આપાન-કાઈખુન્નોવો મિત્રો-આપાન પેદાદ-મિત્રો-આપાને મઝપાન બહરામે આ હસ્તપ્રતની પ્રતિલિપિ ખંભાતમાં હર્બદ રૂસ્તમ મિત્રો-પાનની હસ્તપ્રતમાંથી તે જ શહેરમાંના કાહીલ સંગમને માટે તૈયાર કરી; આની સમાપ્તિ પારસી વર્ષ ૧૯૨, સંવત ૧૭૭૯માં દેન’ માસના “આસ્માન” દિવસના રોજ (નવેમ્બર ૧૭, ૧૩૨૩ ઈ.સ.) કરવામાં આવી. જ્યારે વેસ્ટરગાર્ડ અવેસ્તાનું સંપાદન કર્યું ત્યાં સુધી પત્ર ૭૦-૭૭નું અસ્તિત્વ હતું. પરંતુ જયારે ગેડનરે પોતાના સંપાદન માટે તે પત્રોનો ઉપયોગ કર્યો ત્યારે તે અત્યંત ખરાબ દશામાં હતાં. ત્યાર પછીથી આ હસ્તપ્રતની પ્રતિલિપિ કોપનહેગન રોયલ લાયબ્રેરીએ રંગીન ફોટોગ્રાફી (Chromophotography) દ્વારા તૈયાર કરી છે. તુર્કાનમાં પ્રાપ્ત થયેલા ભારતીય સાહિત્યના અંશો ઈ.સ. ૧૯૦૨માં ગ્રનવેડલ અને હથના નેતૃત્વ હેઠળ યોજાયેલી એક જર્મન શોધયાત્રામાં તુફનના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈ.સ.૧૯૦૪ થી ૧૯૦૭. દરમ્યાન લી કોક અને ગ્રુનવેડલની રાહબરી નીચે રાજ્યના સહકારથી બીજી બે વધારાની શોધ યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સાહિત્યિક અવશેષો તેમણે શોધી કલ્યા તેમને બર્લિન મોકલવામાં આવ્યા અને “Koniglich Preussiusche Turfan - Expedition' ના આશ્રયે 'Kleinere Sanskrit Texte' નામની સીરીઝમાં તેમનું પ્રકાશન કરવામાં આવ્યું, તેમનું સંપાદન યૂડર્સે અત્યંત કુશળતાથી કર્યું હતું. સશોધનમાંનું

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162