________________
પરિશિષ્ટ-૩
૧૪૧
સ્થળમાંથી આ અવશેષો પણ મળ્યા હતા. આ અવશેષોની સામગ્રી ત્રણ જુદા જુદા પ્રકારની છે ઃ તાડપત્ર, ભૂર્જપત્ર, અને કાગળ. આમાં કુલ ૧૪૫ ખંડિત પત્રો છે; તેમાંના ૧૩ ભૂર્જપત્ર, ૯ તાડપત્ર અને બાકીના કાગળ છે. તેમની લિખિત સામગ્રીને બાજુએ રાખીએ તો તેમના પર બે જુદા જુદા પ્રકારની બાહ્મી લિપિમાં અક્ષરો કોતરવામાં આવ્યા છેઃ ઉત્તર ભારતીય (ગુપ્તયુગીન) અને મધ્ય એશિયાઈ. હોર્નલેએ આનો કેટલોક ભાગ JASB, ૧૮૯૭માં પ્રકાશિત કર્યો હતો.
મેકાર્ટની હસ્તપ્રતો :
આ હસ્તપ્રતો જી.મેકાર્ટનીને પ્રાપ્ત થઈ હતી. મેકાર્ટની કાશ્મીરમાંના બ્રિટીશ એલચી (રેસીડન્ટ) લેફ્ટ. કર્લન સર એ.સી. ટેલબોટનો કાશ્મર ખાતે ચીન સાથેના કાર્ય-વ્યાપાર માટેનો ખાસ મદદનીશ હતો. આ હસ્તપ્રતોના છ વર્ગ છે : પ્રથમ વર્ગની હસ્તપ્રતો જ્યાંથી ‘બાવર હસ્તપ્રત’ મળી હતી તે જ સ્થળેથી પ્રાપ્ત થઈ છે, અને અહીં મળેલી એક બીજી હસ્તપ્રતનો ‘વેબર હસ્તપ્રત'માં પણ સમાવેશ થઈ જાય છે. લિપિ બે પ્રકારની છે મધ્ય એશિયાઈ અને ઉત્તર ભારતીય બાહ્મી (ગુપ્ત). ચોથો વર્ગ ગુમાથી આશરે પચાસ માઈલ પૂર્વમાં આવેલા કારકુલ મઝાં ખોજાંમાંથી પ્રાપ્ત થયેલ છે. બીજો વર્ગ ખોતાનની ઈશાન બાજુએ અફિલમાંથી મળી આવ્યો છે. ત્રીજો વર્ગ ખોતાનથી ઈશાન તરફ ૫૦ થી ૬૦ માઈલને અંતર આવેલા જાબુ કુમમાં મળી આવ્યો છે. પાંચમો વર્ગ કુક ગુમ્બઝના રણમાં પ્રાપ્ત થયો હતો. ગુમાથી કુક ગુમ્બઝ જવા માટે પાંચ દિવસ ચાલવું પડે છે. આની પ્રાપ્તિ ત્રણ ફૂટ ઊંચી પાકી ઈંટોની ગોળાકાર દીવાલ પાસેથી થઈ હતી. આ ગોળ દીવાલ એક બીજી દીવાલની અંદર આવેલી હતી, જેમાં પૂરી નાખેલું એક બાકોરું નજરે પડ્યું હતું. છઠ્ઠો વર્ગ કુક ગુમ્બઝમાં જમીન પર પડેલો મળી આવ્યો હતો. હોર્નલેના મત પ્રમાણે હસ્તપ્રત સંભવતઃ ઈ.સ.ની બીજી શતાબ્દીની છે. આ હસ્તપ્રત b ઘેરા રંગના મુલાયમ જાતના કાગળ પર લખાયેલ છે. હસ્તપ્રતનું પૃષ્ઠાંકન પાનની આગળની બાજુએ કરવામાં આવ્યું છે. (જુઓ પ્રસ્તુત પુસ્તકનું પૃ.૧૩). આ હસ્તપ્રતોનાં કેટલાંક પાનાં JASB ૧૮૯૭માં પ્રકાશિત કરવામાં આવ્યાં છે. મહાભારતની ભૂર્જપત્ર પર લખાયેલી હસ્તપ્રત :
આ હસ્તપ્રત શરાદાલિપિમાં લખાયેલી છે. તેમાં આદિપર્વ અને વનપર્વના અંશો તથા સંપૂર્ણ સભાપર્વ સચવાયેલ છે. કાશ્મીરમાં બ્લ્યૂલરે મુંબઈ સરકાર તરફથી આને ખરીદી હતી.ક્રમાંક ૧૫૯ (૧૮૭૫-૭૬). સભવતઃ તે સોળમી યા સત્તરમી સદીની છે. આ એક અદ્વિતીય અને મૂલ્યવાન હસ્તપ્રત છે. તેમાં ૧૧૪ પાના છે, જેમાંના કેટલાંક ખંડિત છે. પૂનાના સમીક્ષાત્મક સંપાદનની સમીક્ષાત્મક સામગ્રી (Critical Apparatus)માં તેનું સાંકેતિક ચિહ્ન (siglum) s` છે. તે મહાભારતનો સંક્ષિપ્ત પાઠ (textus
-