Book Title: Bharatiya Path Samiksha
Author(s): S M Katre, K H Trivedi
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 151
________________ ભારતીય પાઠ-સમીક્ષા simplicior) પ્રસ્તુત કરે છે, કારણ કે જાણીતાં રૂપાંતરોમાં તે સૌથી ટૂંકું છે. વધુ વિગતો માટે જુઓ સુકનકર Prolegomena, પૃ.૧૦-૪૦, ૪૭-૪૮. આદિપર્વની સૌથી પ્રાચીન ઉપલબ્ધ હસ્તપ્રત : આ હસ્તપ્રત તાડપત્ર પર લખાયેલી છે. તે તાજેતરમાં નેપાળના રાજગુરુ હેમરાજ પંડિતજૂને પ્રાપ્ત થઈ છે. તે ૭૦૦ વર્ષ પહેલાની છે. લખાણ આદિથી અંત સુધી ઝાંખી પડી ગયેલી જૂની શાહીથી લખાયેલું છે. તેમાં કેવળ આદિપર્વનો સમાવેશ થયો હોવા છતાં તે સ્વતઃ સંપૂર્ણ છે અને તેમાં એક પણ પાન ખૂટતું નથી. પાનનું સરાસરી માપ ૧૪૨ 21"×2" છે; અને દરેક પાન પર સાત પંક્તિઓ છે. નમૂનાના ફોટોગ્રાફ પરથી સુકથનકરે તેની લિપિને બ્યૂલરના ‘Paleographische Tafeln' સાથે સરખાવી છે અને દર્શાવ્યું છે કે તે Tafel VI, નં.૪૦ (કેમ્બ્રિજ હસ્તપ્રત નં.૧૬૯૧) ઈ.સ. ૧૧૭૯ની લિપિને ઘણી મળતી આવે છે. મહાભારતની આ પ્રાચીનતમ નેપાળી હસ્તપ્રતનું સંપૂર્ણ વર્ણન, આદિપર્વ માટે સંપૂર્ણ સંતુલન સહિત, સુકથનકરે તેમના Epic Studies ·VII, (Annals of BORI 19, પૃ.૨૦૧-૨૬૨)માં આપ્યું છે. પૈપ્પલાદ હસ્તપ્રત : અથર્વવેદની આ હસ્તપ્રત મૂળ તો જમ્મુ અને કાશ્મીરના નરેશ સ્વર્ગસ્થ મહારાજા રણવીરસિંહના પુસ્તકાલયમાં સંગ્રહાયેલી હતી. ઈ.સ. ૧૮૭૫માં મહારાજાએ આ હસ્તપ્રત તે સમયના લેફ્ટેનન્ટ ગવર્નર સર વિલિયમ મૂરને મોકલાવી અને તેમણે (મૂરે) તે હસ્તપ્રત જર્મનીના પ્રો. રોથને મોકલાવી આપી. ઈ.સ.૧૮૯૫માં રોથનું અવસાન થતાં તે હસ્તપ્રત ટ્યૂબિંગન યુનિવર્સિટીની પાસે આવી. અથર્વવેદની કાશ્મીરી વાચનાની દૃષ્ટિએ આ હસ્તપ્રત, એક માત્ર અને અદ્વિતીય પ્રત હોવાથી સર્વથા અમૂલ્ય છે. તેમાં બંને બાજુએ લખાયેલાં ભૂર્જપત્રનાં ૨૭૫ પાનાં છે અને તે આશરે ૪૫૦ વર્ષ જૂની છે. તે શારદા લિપિમાં લખાયેલી છે. પાનાનું મા૫ ૨૫ સે.મિ. x ૨૦ સે.મિ. છે. લખાણ ૨૦ સે.મિ. ૪ ૧૫ સે.મિ.ના માપમાં ભેજ અને પાણીની જેને કંઈ જ અસર ન થાય તેવી ન ભૂંસાય તેવી શાહીથી લખાયેલું છે. પ્રોફેસર એમ. બ્લૂમફિલ્ડ અને આર. ગાર્બેએ આ અપૂર્વ હસ્તપ્રતની ક્રોમોફોટોગ્રાફી દ્વારા પ્રતિકૃતિ તૈયાર કરાવી અને ઈ.સ.૧૯૦૧ માં તેને બાલ્ટીમોરમાં પ્રકાશિત કરી. પેટ્રોવસ્કી હસ્તપ્રત : આ ‘દુસુઈલ દ રીન્સની હસ્તપ્રત'ની પૂરક હસ્તપ્રત છે, અને વાસ્તવમાં જેતે આજે આપણે ‘ખરોષ્ઠી ધમ્મપદ’ અથવા ‘પ્રાકૃત ધમ્મપદ’ તરીકે ઓળખીએ છીએ, તેનો જ તે એક મોટો ભાગ છે. જે માણસોએ દુઝુઈલ દ રીન્સ અને ગ્રેનાર્ડ - એ બે ફ્રેન્ચ

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162