________________
ભારતીય પાઠસમીક્ષા
પણ લાભ લેવાયો હતો. દ્વિતીય આવૃત્તિ સમયે બે વધારાની હસ્તપ્રતો A અને B ની પણ
ચકાસણી (સંતુલન) કરવામાં આવી હતી. H નો ઉપયોગ બીજા અંકના પ્રારંભ પૂરતો જ ' મર્યાદિત હતો. 1 કપૂરમંજરી (રાજશેખરવિરચિત) સંપાદક - સ્ટેન કોનો, ૧૯૦૧, અગિયાર હસ્તપ્રતોના આધારે સંપાદન : A B C N 15 (જૈન વર્તુળ), N19 09 Pl9 (નાગરી), R (કાશ્મીરી), S T U(ગ્રંથ) – બર્નેલના મતાનુસાર આ હસ્તપ્રત s ની પ્રતિલિપિ છે. પરંતુ કોનોએ તે U માંથી ઊતરી આવેલી હોવાનું અને જ્યાં સુધારા દેખાય છે ત્યાં કદાચ s ની અસર નીચે હોવાનું જણાવ્યું છે. જૈન હસ્તપ્રતોમાં B અને w અન્યની અપેક્ષાએ વધુ પ્રાચીન છે. તેમાં પણ B તો અત્યંત અશુદ્ધ છે. P આધુનિક પ્રતિલિપિ છે. N, O અને R પણ સાવ આધુનિક છે અને જૈન વર્તુળ સાથે સામ્ય ધરાવે છે, S T U સાથે નહિ. 0 R અને A 0 પરસ્પર વધુ ગાઢ સંબંધ ધરાવે છે. મનમોહન ઘોષે તેમના ઈ.સ. ૧૯૩૯ના સંપાદનમાં આ ઉપરાંત આઠ બીજી નવી હસ્તપ્રતોનો ઉપયોગ કર્યો હતો. તેમાંની ચાર દક્ષિણની લિપિમાં તથા ચાર દેવનાગરીમાં આ પ્રમાણે હતી : દેવનાગરીમાં D9 G I. J, તેલગુમાં XY, મલયાલમમાં Z અને ગ્રંથમાં V દક્ષિણી વાચના ઉત્તરીય વાચના કરતાં ઊતરતી કક્ષાની છે. આ સઘળી હસ્તપ્રતોમાં જ સર્વોત્તમ છે. D હસ્તપ્રત 0 સાથે, G હસ્તપ્રત N સાથે, અને I હસ્તપ્રત R સાથે મળતી આવે છે. J દેવનાગરી લિપિમાં હોવા છતાં કોઈ દક્ષિણ ભારતીય હસ્તપ્રતની તાજેતરની પ્રતિલિપિ હોય એમ જણાય છે અને T U સાથે સામ્ય ધરાવે છે. ઉત્તરીય વાચના બે રૂપાન્તરોમા વિભાજિત બને છે: (૧) AC, B, P, W અને (૨) O R (D I) N (G). દક્ષિણી વાચના S, U T (J XYV) માં વિભાજિત થાય છે. Z હસ્તપ્રત આંશિકરૂપે બધા સાથે મળતી આવે છે.
મહાભારત : સમીક્ષાત્મક સંપાદન કરનાર ડૉ. વી.એસ.સુકથનકર – તેમનું આ કાર્ય અન્ય વિદ્વાનોના સહયોગથી સંપાદિત થયું છે. વિગતો માટે જુઓ Prolegomena. આ સંપાદન ઓછામાં ઓછી દશ હસ્તપ્રતો પર આધારિત છે. પરંતુ ઘણાં પર્વો તો વીસ જેટલી હસ્તપ્રતોના સંતુલન (collation) દ્વારા, કેટલાંક પર્વો ત્રીસ અને કેટલાંક તો ચાલીસ જેટલી હસ્તપ્રતો દ્વારા તૈયાર કરવામાં આવ્યાં છે. આદિપર્વના પહેલા બે અધ્યાયો તો સાઠ જેટલી હસ્તપ્રતોના સંતુલન દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આ હસ્તપ્રતોમાં મુખ્યતઃ શારદા, શારદા લિપિમાં લખાયેલી હસ્તપ્રતોની દેવનાગરી પ્રતિલિપિ, નેપાલી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલગુ, ગ્રંથ અને મલયાલમ લિપિ જોવા મળે છે. આ હસ્તપ્રતો મુખ્યતઃ બે વાચનાઓમાં વિભાજિત થાય છે. અને આ પ્રત્યેક વાચના આગળ જતાં વધુ નાના વર્ગો – ઉપશાખાઓમાં વિભાજિત બને છે. ઉત્તરીય વાચના વાયવ્યય અને મધ્ય પ્રદેશીય શાખામાં વિભાજિત થાય છે. જે અનુક્રમે